CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

વિષયો

તમે વિષય દ્વારા કાનૂની સલાહની શોધ કરો ત્યારે પરિણામોમાં યુકે ની ઉત્તમ સલાહ માટેની વેબસાઈટોની પસંદગી સહિત, જગ્યાના દરેક ક્ષેત્રમાંની વિષયવસ્તુ સમાવિષ્ટ થાય છે.

તમે શોધ કરી શકો તેવા વિષયોની યાદી નીચે પ્રમાણે છે:

લાભો

આમાં તમામ પ્રકારના કલ્યાણ લાભો માટેની લોકોની અધિકારિતા અંગેની માહિતી હોય છે. જિંદગીના બનાવ અથવા સામેલ હકદાવો કરનારના પ્રકાર અનુસાર લાભોની યાદી કરી છે.

સંદેશા-વ્યવહાર અને માધ્યમ

સંદેશા-વ્યવહારની જુદી જુદી પદ્ધતિઓ, કોપીરાઈટનો ભંગ અથવા દુરુપયોગ; અને સમૂહ માધ્યમોના કોઈપણ પાસાને લગતા પ્રશ્નો અંગેની માહિતી.

ગ્રાહકની બાબતો

ગ્રાહકોને સાંકળી લેતા તમામ પ્રકારના કરારો અને લેવડ-દેવડને લગતી માહિતીનો તેમાં સમાવેશ થાય છે. વિક્રેતા કે ઉત્પાદકે બનાવટ જે માટે હોવાનો દાવો કર્યો હોય તે પ્રમાણે કામમાં ન આવે ત્યારે હકદાવો કરવા અંગે સલાહ માટે ઉપયોગ કરવો.

શિક્ષણ અને તાલીમ

બાળકો અને યુવાન લોકોના શૈક્ષણિક વર્ષાેનાં તમામ પાસાં અને ખાસ કરીને, શિક્ષણ પુરું પાડવામાં નિષ્ફળતા સહિત શિક્ષણ સેવાને લગતા કાનૂની પ્રશ્નો, શિક્ષણ માટે નાણાં-વ્યવસ્થા અંગે રાજ્યની પદ્ધતિઓ, ખાસ પ્રકારની જરૂરિયાતો ધરાવતા લોકો માટેના શિક્ષણ અંગેની માહિતીનો સમાવેશ થાય છે. વયસ્ક શીખનારાઓ માટે પણ સતત શિક્ષણ અને તાલીમ આવરી લીધેલ છે.

રોજગાર

રોજગારના નિયમો અને શરતોની ગેરવાજબી રૂખસદ કે પ્રશ્નો જેવા, કામકાજના સ્થળે બનતી ઘટનાઓને લગતા કાનૂની પ્રશ્નો અંગેની માહિતીનો સમાવેશ થાય છે.

પર્યાવરણ અને ગ્રામીણ પ્રદેશ

પર્યાવરણનું રક્ષણ અને ગ્રામીણ પ્રદેશમાં દાખલ થવું અને તેનો ઉપયોગ કરવા અંગેની માહિતીનો સમાવેશ થાય છે.

કુટુંબો

છૂટાછેડા બાદ તમારાં બાળકો તમારી સાથે રહેવા માગતા હોય તો શું કરવું, ઘરેલું હિંસા અંગે તમે શું કરી શકો, તમારા બાળકને સ્થાનિક સત્તાતંત્ર હેઠળ લઈ જવાય અથવા દત્તકવિધાન માટે મૂકવામાં આવે સહિત બધા કુટુંબોના તકરારમાં કેવી રીતે કામ લેવું તે અંગેની માહિતીનો સમાવેશ થાય છે.

સરકાર, કાયદો અને હકો

સરકારને ખોટી રીતે કે ગેરવાજબી કાર્યવાહી કરી હોવાનું વિચારવામાં આવે ત્યાં ઉપલભ્ય અદાલતી સમીક્ષા પગલાં સહિત જાહેર કાનૂની હકો અંગેની માહિતી સમાવિષ્ટ થાય છે. 1998ના માનવ અધિકારો અને માનવ અધિકાર અધિનિયમ અંગે યુરોપિયન સમજૂતી અન્વયે આપેલા નવા અધિકારોનો તથા જ્યાં અદાલતી કે અન્ય કાર્યવાહી જરૂરી હોય ત્યાં કાયદા સુલભ થાય તે માટે ઉપયોગ થાય છે.

આરોગ્ય અને સામાજિક સંભાળ

રાષ્ટ્રીય આરોગ્ય સેવામાં દર્દીઓના અધિકારો અંગેની માહિતીનો સમાવેશ થાય છે. તેમાં તબીબી બેદરકારી; ચોક્કસ રોગ અને વિકૃતિઓ; તથા સમાજ સંભાળ સેવાની પ્રાપ્યતા અંગેની માહિતીનો સમાવેશ થાય છે.

આવાસન અને ઘરવિહોણાપણું

તમારું ઘર ખરીદવા કે વેચવા અંગેના; અને ગેરકાયદે કબજો ખાલી કરાવવો; પજવણી, અને ભાડું તથા ગીરો બાકી રકમ સહિત ભાડાની નિવાસ-વ્યવસ્થા અંગેના પ્રશ્નો સાથે સંકળાયેલા કાનૂની પ્રશ્નો અંગેની માહિતીનો સમાવેશ થાય છે. ઘરવિહોણાપણાના પ્રશ્નો તથા પડોશીઓ સાથેની તકરારોની મદદ માટ પણ ઉપયોગ થાય છે.

દેશાગમન અને રાષ્ટ્રીયતા

તમારે બ્રિટનમાં પ્રવેશવા અને રહેવા માટેની પરવાનગી જરૂરી હોય, ત્યારે, દેશાગમન સ્થિતિ માટેની જરૂરિયાતો, આશ્રય શોધવો, નિર્વાસિતોની સ્થિતિ, નાગરિકના હક આપવા તે, અને દેશાગતોએ પ્રવેશની કાર્યવાહી પતાવી દીધી હોય ત્યારે તેઓ જે માટે હકદાર હોય તે સહાય અંગેની માહિતીનો સમાવેશ થાય છે.

આરામ, પરિવહન અને પ્રવાસન

ઘરની અને મેદાની રમતો તથા અન્ય મનોરંજક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ સહિત આરામનો સમય પસાર કરવાની પ્રવૃતિઓના કાનૂની પાસાં અંગેની માહિતીનો સમાવેશ થાય છે. સરકારી અને ખાનગી પરિવહન તથા માર્ગનો ઉપયોગ કરનારના અધિકારોના કાનૂની પાસાં માટે ઉપયોગ થાય છે. રજાના દિવસોના પ્રશ્નો અંગે પણ ઉપયોગ થાય છે.

નાણા અને વેરો

આવક-વેરાની જાતે આકારણી કરવી, મૂડીગત લાભ પરના વેરામાંથી મુકિત, વારસાઈ વેરાની મર્યાદા, ઘર ખરીદી વખતે સ્ટેમ્પ-ડયુટીની ચુકવણી; અને કાઉન્સિલ વેરો તથા મૂલ્યવર્ધિત વેરાના દર અને તેની જવાબદારી અંગેના કાનૂની પ્રશ્નોની માહિતીનો સમાવેશ થાય છે. મૂડીરોકાણ અને બચત પ્રશ્નો, પેન્શન અને વીમાના કાનૂની પાસાં અંગે પણ ઉપયોગ થાય છે.

પોલીસ અને ગુનો

ફોજદારી તપાસ, ધરપકડ અને પોલીસ મથશે અટકાયત અને પાછળની કાર્યવાહી સહિત ફોજદારી કાર્યવાહી અંગે સહાયને લગતા તથા વ્યકિતગત સંબંધમાં પોલીસની સત્તાઓને લગતા કાનૂની પ્રશ્નો અંગેની માહિતીનો સમાવેશ થાય છે. ખાસ પ્રકારના ગુના અને કેદીઓના અધિકારો અંગેની માહિતી માટે પણ ઉપયોગ થાય છે.
go to top of page
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers