CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

કાયદાના વર્ગો

કાયદાના વર્ગો

કાયદાના નીચેનાં ક્ષેત્રોમાં કાનૂની સલાહકારો શોધવા તમે સીએલએસ કાનૂની સલાહકાર માર્ગદર્શિકા નો ઉપયોગ કરી શકો.

કલ્યાણ લાભો

આ વર્ગમાં, તમામ પ્રકારના કલ્યાણ લાભોની અધિકારિતા સાથેની સહાય આવરી લીધી છે. ઉદાહરણ તરીકે, તમારે આવાસન લાભ, યુદ્ધ પેન્શન કે રાજ્ય પેન્શન અંગે સલાહ જોઈતી હોય. તમે, કલ્યાણ લાભ સમીક્ષા બેઠકમાં જે કંઈ બને તે જાણવા માગતા હોવ.

પોલીસ સામે પગલાં

આ વર્ગમાં, પોલીસ સામેના હકદાવા બાબતની કાનૂની સહાય આવરી લેવાઇ છે. ઉદાહરણ તરીકે, હુમલો, તમારા ઘરમાં પ્રવેશવું, ખોટી જેલ, ખોટી અટકાયત, તમારી મિલકતમાં દખલગીરી, દ્વેષપૂર્ણ ફોજદારી કાર્યવાહી અથવા પોલીસ સત્તાના અન્ય દુરુપયોગ સામે પગલાં લેવાં સલાહની જરૂર હોય.

ચિકિત્સા વિષયક બેદરકારી

આ વર્ગમાં, તમામ પ્રકારના સરકારી અને ખાનગી તબીબી પ્રેક્ટિશનરો સામે નુકસાનીના દાવા અંગેની સહાય આવરી લીધી છે. આમાં ડોકટરો, નર્સો અને દંતચિકિત્સકોની સારવારનો સમાવેશ થાય છે.

સામૂહિક સંભાળ

સામાજિક સેવા વિભાગ કે આરોગ્ય સંભાળ તંત્ર દ્વારા લોકોને અપાતી સેવાઓ અંગેની કાનૂની સહાય આ વર્ગમાં આવરી લીધી છે. ઉદાહરણ તરીકે, માંદા, વૃદ્ધો કે અશકત લોકોને સેવાઓ કે સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ જવા અંગે હકદાવો કરવામાં તમારે મદદની જરૂર હોય.

ગ્રાહક અને સામાન્ય કરાર

આ વર્ગમાં, ગ્રાહકો દ્વારા કરાતા તમામ પ્રકારના કરારો અંગેની સહાય આવરી લીધી છે. ઉદાહરણ તરીકે, વિક્રેતા કે ઉત્પાદકે, તેને માટે દાવો કર્યાે હોય તે મુજબ બનાવટ કામ ન આપે ત્યારે હકદાવો કરવા અંગે તમારે સલાહની જરૂર પડી શકે. તમે, કંપની તમારી સાથે સહી કરેલ કરાર પૂરો કરે અથવા ધોરણસરનું ન હોય તે કામ બરાબર કરી આપે એ જરૂરી ગણી શકો.

ગુનો

આ વર્ગમાં ફોજદારી કાર્યવાહી અંગે કરવું પડે તે તમામ વસ્તુ અંગેની કાનૂની સહાય આવરી લે છે. ઉદાહરણ તરીકે, તેમાં તપાસ કરવાનો, ફરિયાદ માંડવા કે સજા કરવાનો સમાવેશ થાય છે. તમે જેલની સજાની અવધિ, અટકાયત કે પેરોલ અંગે સલાહ માગી શકો. આ વર્ગમાં, કેદીઓ સાથે જે રીતે વ્યવહાર કરાતો હોય તે અંગેની સહાય પણ આવરી લીધી છે.

દેવું

આ વર્ગમાં તમારી માલિકીનાં નાણા અંગેની સહાય આવરી લેવાય છે. ઉદાહરણ તરીકે, તમે નાદાર કે દેવાળિયા થઈ ગયા હોવાને કારણે તમારે સલાહની જરૂર પડી શકે. તમે ગીરો, વેરા કે મૂડીરોકાણ ચુકવણીની પાછળ હોવ તો તમારી કાનૂની પરિસ્થિતિ તમે જાણવા માગો.

શિક્ષણ

આ વર્ગમાં, શિક્ષણની જોગવાઈ કરવામાં નિષ્ફળ જવા સહિત શિક્ષણ સેવા અંગેની સમસ્યાઓ અંગેની કાનૂની સહાય આવરી લેવાય છે. ઉદાહરણ તરીકે, તમને શિક્ષણની નાણા-વ્યવસ્થા માટે અથવા ખાસ જરૂરિયાતો માટેના શિક્ષણ અંગે જાણવા માગો.

રોજગાર

આ વર્ગમાં, કામ વખતે જે બને તે અંગે કાંઈપણ કરવા બાબતની સહાય આવરી લેવાય છે. ઉદાહરણ તરીકે, તમને એમ લાગે કે તમને ગેરવાજબી રીતે નોકરીમાંથી કાઢી મૂકયાં છે. તમારા રોજગાર કરારનાં પાસાં અંગે અથવા તમારો કેસ વંશીય કે લૈંગિક ભેદભાવ અંગેનો છે કેમ તે અંગે સલાહ લેવા માગો. તમે એમ જાણવા માગો કે હડતાલ કાયદેસર હતી કે કેમ અથવા ડેટા રક્ષણ અંગે કર્મચારીની ગુપ્તતા અંગે તમે કેવી રીતે મક્કમ ઊભા રહી શકો.

કુટુંબ

આ વર્ગમાં તમામ કૌટુંબિક પ્રશ્નો અંગેની કાનૂની સહાય આવરી લેવાય છે. ઉદાહરણ તરીકે છૂટાછેડા લીધા પછી તમારાં બાળકો તમારી સાથે રહે એમ તમે ઈચ્છતા હોવ અને બીજા પક્ષકારને તેઓ સાથે સંપર્ક રાખવો કે કેમ તે અંગે શું કરવું તે બાબત તમે સલાહ લેવા માગતા હોવ, ઘરેલું હિંસા અંગે, અથવા તમારા બાળકને સંભાળ હેઠળ લઈ જવાય કે દત્તક વિધાન માટે વિચારણા કરાય ત્યારે શું કરવું તે અંગે તમે સલાહ મેળવી શકો.

આવાસન

આ વર્ગમાં તમારા ઘર બાબત શું કરવું તે અંગેના કાનૂની પ્રશ્નો અંગેની સહાયને આવરી લેવાય છે. ઉદાહરણ તરીકે, તમારા ભાડા કે ગીરો અંગેની રકમ ચઢી ગઈ હોય, સુધારણા કે મરામત કરાવવાની જરૂર હોય, અથવા કબજો ખાલી કરાવ્યો હોય કે અવાજ અથવા ઉપદ્રવ ભોગવતા હોવ તો તમે સલાહ મેળવી શકો.

દેશાગમન અને રાષ્ટ્રીયતા

આ વર્ગમાં, યુકે માં દેશાગમન જે કાંઈ કરવાનું હોય તે બાબતની કાનૂની સહાય આવરી લીધી છે. ઉદાહરણ તરીકે, તમને તમારી રાષ્ટ્રીયતાને લગતા અથવા આ દેશમાં રહેવાના હકને લગતા પ્રશ્નો હોઈ શકે. તમને આશ્રયસ્થાન અંગે, યુકે માં પ્રવેશ માટે તમારે જરૂરી માહિતી અને શા માટે તમારે દેશ છોડવો પડે તે અંગે જાણવા માગતા હોવ.

માનસિક આરોગ્ય

આ વર્ગમાં, માનસિક આરોગ્ય મુખ્ય પ્રશ્ન હોય અથવા આશ્રિત સેવાઓ પૂરી પાડવામાં આવે તેમ ઈચ્છતો હોય અથવા તમે સંસ્થામાં અટકાયતનો સામને કરતા હોવ તેવી તમામ બાબતો અંગેની સહાયનો સમાવેશ થાય છે. 1983ના માનસિક આરોગ્ય અધિનિયમ સાથે જે કાંઈ કરવાનું હોય તે અંગે તમે મદદ મેળવી શકો.

વ્યકિતગત ઈજા

આ વર્ગમાં, બીજી વ્યકિત કે સંસ્થા દ્વારા થયેલી ઈજા માટેના નુકસાનના હકદાવા બાબતની સહાય આવરી લીધી છે. ઉદાહરણ તરીકે, ટ્રાફિક અકસ્માત પછી હકદાવા બાબત તમને સલાહની જરૂર પડી શકે. કામકાજના સ્થળે અકસ્માતના પ્રશ્ન અંગે, અથવા ત્યાંથી તમને લાગુ પડેલા રોગ બાબત તમારે કયો માર્ગ લેવો તે અંગે તમે જાણવા માગો.

જાહેર કાયદો

આ વર્ગમાં, નાગરિક સ્વતંત્રતા કે માનવ અધિકારો અંગેની કાનૂની સહાય આવરી લીધી છે. ઉદાહરણ તરીકે, તમે જાણવા ઈચ્છો કે 1998નો માનવ અધિકાર અધિનિયમ તમારી સ્થિતિને કેવી રીતે અસર કરશે. તમે ડેટા રક્ષણ, માહિતી મુદ્દાઓની સ્વતંત્રતા અને જાહેર સંસ્થાઓના નિર્ણયોને કેવી રીતે પડકારવો તે અંગે તમે સલાહ મેળવી શકો.
go to top of page
Last updated on 6 June 2016
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers