CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

રાષ્ટ્રીય સંગઠનો અને હેલ્પલાઈનો

ડિરેક્ટરી શરૂ કરવા માટે અહીં ક્લિક કરો

ડિરેક્ટરીમાં સૌથી પહેલો પ્રશ્ન તમારે પૂછવાનો છે, તે એ છે, કે તમે તમારી સૌથી નજીકના પ્રોવાઈડરને શોધવા માગો છો કે રાષ્ટ્રીય સંસ્થાઓને.

'રાષ્ટ્રીય' સંસ્થાઓ એટલે શું?

આખા ઈંગ્લૅન્ડ અથવા આખા વેલ્સને, અથવા બન્નેને, સેવાઓ આપે તે રાષ્ટ્રીય સંસ્થાઓ છે. સેવાઓ જુદા જુદા પ્રકારની હોય છે અને એમાં સલાહ, માહિતી અથવા ટેલીફોન પર સલાહનો સમાવેશ થાય છે. આ સેવાઓ એક કેન્દ્રીય સંપર્ક બિંદુ મારફતે, એટલે કે રાષ્ટ્રીય ટેલીફોન હેલ્પલાઈન નંબર અથવા તો કોઈ કેન્દ્રીય કાર્યાલય મારફતે અપાય છે. જે રાષ્ટ્રીય સંસ્થાઓ સલાહ ન આપતી હોય અથવા સાર્વજનિક ન હોય અને ભલામણ વિના જેનો સંપર્ક થઈ જ ન શકે તે પ્રકારની હોય એમનો આ ડિરેક્ટરીમાં સમાવેશ કરવામાં નથી આવ્યો.

ટેલીફોન સેવાઓનું શું?

આખા દેશમાં ટેલીફોન સેવાઓ મળે છે અને એમાં કાયદાનાં અનેક ક્ષેત્રોને આવરી લેવાય છે. રાષ્ટ્રીય હેલ્પલાઈન શોધવા માટે તમે 'નેશનલ ઓર્ગેનાઈઝેશન્સ' સર્ચનો ઉપયોગ કરી શકો છો.

કેટલીક સ્થાનિક એજન્સીઓ રૂબરૂ સેવાઓ આપે છે, તે ઉપરાંત હેલ્પલાઈનો પણ ચલાવે છે. તમે તમારા નજીકના પ્રોવાઈડરને શોધતા હશો તો આ સંસ્થાઓની યાદી મળશે.

જે પ્રોવાઈડરો રૂબરૂ સેવા ન આપતા હોય પરંતુ કોઈ અમુક વિસ્તાર કે પ્રદેશમાં ટેલીફોન સેવા આપતા હોય તેમને Quality-Marked telephone service સર્ચ કરીને શોધી શકાય છે. નોંધઃ ડિરેક્ટરીના પ્રથમ પેજ પરથી આ વિકલ્પ મળતો નથી.








go to top of page
Last updated on 6 June 2016
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers