CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

સીએલએસ કાનૂની સલાહકાર માર્ગદર્શિકા સહાય

આ પાનું, કાનૂની માહિતી અને સલાહ પ્રબંધકોની સીએલએસ કાનૂની સલાહકાર માર્ગદર્શિકા ના ઉપયોગ અંગે માહિતી પૂરી પાડે છે.

પ્રશ્ન 1 - સૌથી નિકટતમ પ્રબંધક શોધવા... અથવા રાષ્ટ્રીય સંસ્થાઓ શોધવી

તમે, તમારી નિકટતમ પ્રબંધક કે રાષ્ટ્રીય પ્રબંધક શોધવા માગો છો કે કેમ તે નક્કી કરો. તમે તમારા નિકટતમ પ્રબંધક માગતા હોવ તો, પોસ્ટ કોડ અથવા નગરનું નામ દાખલ કરો. તમારે સંપૂર્ણ પોસ્ટ કોડ દાખલ કરવાની કે જગ્યા અંગે તથા મોટા (કેપીટલ) અક્ષરો અંગે ચિંતા કરવાની જરૂર નથી, ઉદાહરણ તરીકે, તમે LE1 3BT, le1 3bt, LE1 કે le1 દાખલ કરી શકો.

સૂચના

તમારો સંપૂર્ણ પોસ્ટકોડ નાંખીને તમને, તમારી નજદીક હોય તેવા પ્રબંધકો શોધી કાઢો તેવી વધુ શકયતા છે.

હવે તમારી પાસે અંતર પસંદ કરવાનો વિકલ્પ છે. તમે સૌથી ઓછું અંતર (5 માઈલ) નક્કી કરો તો અને કોઇ યોગ્ય સંસ્થાઓ ન શોધી કાઢો તો, તમે શોધનો વિસ્તાર વધુ વિસ્તૃત કરીને ફરીથી પ્રયત્ન કરી શકો.

પ્રશ્ન 2 - ચોક્કસ સંસ્થા માટે તપાસ કરવી છે?

તમે ચોક્કસ પ્રબંધકનું નામ જણતા હોવ તો, આપેલા ચોકઠામાં નામ ટાઈપ કરો. તમે પોસ્ટકોડ દાખલ કરીને પ્રશ્ન - 1 માટે નગરનું નામ, કે તે રાષ્ટ્રીય સંસ્થા હોવાનું દર્શાવીને તમરી શોધ મર્યાદિત કરી શકશો.

સૂચના

તમને જોઈતી સંસ્થા શોધવામાં મુશ્કેલી પડે તો, થોડાક અક્ષરોનો ઉપયોગ કરીને પ્રયત્ન કરો. ઉદાહરણ તરીકે, 'White' માટે શોધ કરવાને બદલે 'wh' માટે શોધ કરવાનો પ્રયત્ન કરો, જે અલગ રીતે જોડણી કરાતા સમાન અવાજવાળા નામોને બહાર લાવી શકશે. (ઉદાહરણ તરીકે, 'Whyte')

પ્રશ્ન 3 - તમે કાયદાના કયા વર્ગમાં મદદ મેળવવા માગો છો ?

ડ્રોપ-ડાઉન યાદીમાંથી તમે તમારા પ્રશ્નને આવરી લેતા કાયદાના વર્ગની પસંદગી કરી શકશો. પૂરા વર્ણન માટે કાયદાના વર્ગો જુઓ.

સૂચના

તમને ખાતરી ન હોય કે કયા વર્ગની પસંદગી કરવી તો, તમામ વર્ગો પસંદ કરો. આનાથી તમારા પસંદગીના ક્ષેત્રમાં બધા પ્રબંધકો પાછા આવશે.

પ્રશ્ન 4 - તમારે કયા સ્તરની સેવા જોઈએ છે?

આ પ્રશ્ન, તમને, તમારી ઈચ્છાનું, સેવાનું સ્તર, માહિતી, સામાન્ય સહાય કે વિશેષજ્ઞની સહાય પસંદ કરવા જણાવે છે. આ સ્તરે પ્રબંધકો, કાનૂની સેવા આયોગ દ્વારા ગુણવત્તા- ચિહ્નથી અંકિત હોય છે. સંપૂર્ણ સ્પષ્ટીકરણ માટે સામૂહિક કાનૂની સેવા ગુણવત્તા ચિહ્ન જુઓ.

સૂચના

કાયદાના વર્ગાે, માહિતી કેન્દ્રોને લાગુ પડતા નથી - તમારે માહિતી કેન્દ્ર જોઈતું હોય તો, કાયદાના વર્ગો પસંદ ન કરવા.

પ્રશ્ન 5 - તમારે એલએસસી - ફંડવાળા (કાનૂની સહાય) પ્રબંધક જોઈએ છે?

આ પ્રશ્ન પુછે છે કે તમે, કાનૂની સેવા આયોગ (આ કાનૂની સહાય કહેવા માટે વપરાય છે) દ્વારા નાણાની જોગવાઈ કરાતી હોય તે કામ કરનાર પ્રબંધકને ઈચ્છો છો. આનાં પરિણામો, પ્રબંધક એલએસસી નાણા સહાવિત કામ જેટલા પ્રમાણમાં કરે તે મુજબ રજૂ થાય છે. યાદીના ટોચ નજદીકના પ્રબંધકો મૂળભૂત સલાહ આપી શકે છે. કેટલીક ટ્રિબ્યુનલો ખાતે તમારું પ્રતિનિધિત્વ કરે છે, અને અદાલતી કાર્યવાહીમાં કામ કરે છે, જ્યારે યાદીની નીચેના ભાગમાં આવતાં પ્રબંધકોને માત્ર અદાલતી કાર્યવાહીમાં કામ કરવા નાણા-સહાય આપવામાં આવતી હોવાની શકયતા છે.

સૂચના

સીએલએસ કાનૂની સલાહકાર માર્ગદર્શિકા માં બીજા પ્રબંધકો હોય છે, જેઓ ઓછા ખર્ચની કે મફત સહાય પૂરી પાડી શકે. તમે આ ખાનું ખાલી રાખીને અને દરેક પ્રબંધકની વિગતોના ચાર્જિંગ વિભાગને ચકાસીને આ શોધી શકશો. સામાન્ય નિયમ તરીકે, મોટાભાગના સોલિસિટર તેમની સેવા માટે ચાર્જ કરશે, પરંતુ પરામર્શ માટે મફત-મુદત આપી શકશે. બીજાઓ નિયત ફી થી ઈન્ટરવ્યૂ આપે છે. પરંતુ તમે તેમની શરતી ફી ગોઠવણી અંગે પૂછપરછ કરી શકો.

નોંધ : એલએસસી ફંડ સહાય મેળવતા પ્રબંધક, તમારી સમસ્યા માટે કાનૂન- સહાવિત મદદ પૂરી પાડી શકશે તેની કોઈ બાંયધરી આપતા નથી. તમારે પ્રબંધકને પુછવંુ જોઈશે કે તેઓ આ ધોરણે સહાય આપી શકશે કે કેમ.

કોઈ વધુ જરૂરિયાતો છે? (પ્રશ્નો 6-10)

સામાન્ય રીતે, તમે પ્રથમ, પાંચ પ્રશ્નોના જવાબ આપો ત્યારે તમે પૂરતા પ્રમાણમાં વિગતો નિર્દિષ્ટ કરી હોવાનું તમને લાગે. તેમ હોય તો સર્ચ બટન કિલક કરો. જો કે, તમે કેટલીક વધુ જરૂરિયાતો નિર્દિષ્ટ કરવા માગતા હોવ. તમે અંગ્રેજી સિવાય બીજી ભાષા બોલી શકતી વ્યકિત હોવ તે કચેરીમાં જવા માગો, તમારે વ્હીલચેર પ્રવેશ જોઈતો હોય, અથવા તમે, ચોક્કસ લક્ષ્યાંકિત જૂથ (ઉદારણ તરીકે એકાકી મા-બાપ કે વિદ્યાર્થીઓ) સાથે કામ કરવાનો અનુભવ ધરાવતી સંસ્થા સાથે ચર્ચા કરવા માગતા હોવ. તમે, આમાંની કોઈપણ રીતે તમારી પસંદગી સુધારવા માગતા હોવ તો, માત્ર યોગ્ય જવાબ પસંદ કરો. ધ્યાનમાં રાખો કે તમે જેટલા વધુ પ્રશ્નો પુરા કરશો તેટલાં તમને ઓછાં પરિણામાં મળવાની શકયતા છે.

સંપૂર્ણ કરેલ

એક વખત તમે પ્રશ્નોના જવાબો આપી દો, એટલે તમને પસંદ કરવા માટે 50 સુધીના પ્રબંધકો આપવામાં આવશે. યાદીના ટોચના ભાગે સૌથી નજદીકની કચેરી હશે, જે સામૂહિક કાનૂની સેવા ગુણવતા ચિહનના ધોરણ પરિપૂર્ણ કરે છે. રાષ્ટ્રીય સંસ્થાઓ માટેની યાદી વર્ણાત્મક પ્રમાણે છે. આપેલી પસંદગીઓમાંથી કોઈપણ પ્રબંધકનું નામ કિલક કરીને, તમે તે પ્રબંધકનો સંપૂર્ણ રેકોર્ડ જોઈ શકશો.

ડિસ્ક્લેઇમર

આ પાનાંઓ પર અથવા આ પાનાં સાથે સંકળાયેલ અન્ય સ્થળોએ, તેમજ જેમને સીએલએસ ગુણવત્તા ચિહ્ન આપવામાં આવ્યું છે તે સહિતની તમામ સંસ્થાઓ, કંપનીઓ કે વ્યકિતઓ દ્વારા પૂરી પડાતી સલાહની ચોકસાઈ, ચોક્કસ સંસ્થા, કંપની કે વ્યકિતની જવાબદારી છે. આવી કંપનીઓ, સંસ્થાઓ કે વ્યકિતઓ દ્વારા પૂરી પડાતી અચોક્કસ કે ગેરમાર્ગ દોરતી સલાહ માટેની કોઈપણ જવાબદારી કાનૂની સેવા આયોગ દ્વારા કે તેમના વતી સ્વીકારવામાં આવતી નથી.
go to top of page
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers