CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

CLS Direct મદદ

ગુપ્તતા નીતિ

કાનૂની સેવા આયોગ , તેના ગ્રાહકોને અપાતી સેવાઓ સુધારી શકે તે સારુ પોતાના મુલાકાતીઓ પાસેથી માહિતી એકઠી કરવાનો અધિકાર અનામત રાખે છે. સામૂહિક કાનૂની સેવા વેબસાઈટ, ઉપયોગકર્તાના ઇન્ટરનેટ પ્રોટોકોલ (અથવા આઈપી) સરનામા અને તેમની મુલાકાતની અવધિ, તથા તેઓ ઉપયોગ કરતા હોય તે બ્રાઉઝરનો પ્રકાર અને પ્લેટફોર્મ જેવી સેશન માહિતી લોગિંગ કરવા સિવાયની બીજી અંગત માહિતી આપોઆપ પકડીને સંગ્રહ કરતું નથી. વેબ દ્વારા આ માહિતી માન્ય કરાય છે અને માત્ર સિસ્ટમના વહીવટ માટે અને આ વેબસાઈટના ઉપયોગનું મૂલ્યાંકન કરવા કાનૂની સેવા આયોગ દ્વારા વપરાતા અનામી આંકડા પૂરા પાડવા માટે જ આનો ઉપયોગ કરાય છે.

કાનૂની સેવા આયોગ, આ વેબસાઈટ પરથી ઉપયોગકર્તાની માહિતી એકઠી કરવા કુકીઝ નો ઉપયોગ કરતું નથી.

તમે વીજાણ્વિક પ્રતિભાવ ફોર્મ પૂરું ભરી દીધુ હોય તો, કાનૂની સેવા આયોગ , તમારી વ્યકિતગત માહિતી (જેમાં તમારું નામ, સરનામું અને વ્યકિત તરીકે તમને ઓળખી કાઢવા તમે પૂરી પાડેલી બીજી કોઈપણ વિગતોનો સમાવેશ થાય છે) ની પ્રક્રિયા કરશે, જેથી તમારા પ્રતિભાવ, તમે ઊભા કરેલા કોઈપણ પ્રશ્નો અથવા બીજી બાબતોના જવાબ આપી શકાય અને આ વેબસાઈટ સુધારવામાં કાનૂની સેવા આયોગને મદદ કરી શકાય. કાનૂની સેવા આયોગ , આ વેબસાઈટને પ્રસિદ્ધિ આપવા પ્રસંગોપાત અનામી પ્રતિભાવ માહિતીનો ઉપયોગ કરી શકશે.

આ વેબસાઈટને અન્ય વેબસાઈટો સાથે જોડાણો છે, પરંતુ આ ગુપ્તતા વિધાનમાં માત્ર સામૂહિક કાનૂની સેવા ડાયરેકટ વેબસાઈટને આવરી લેવાય છે. તમારે તમે બીજી વેબસાઈટ પર જાવ ત્યારે તમારે આ અંગે વાકેફ રહેવું અને ખાતરી કરવી કે, વ્યકિતગત માહિતી એકત્રિત કરતી બીજી કોઈપણ વેબસાઈટની ગુપ્તતા નીતિ તમે વાંચી છે.

સુરક્ષા પગલાં

કાનૂની સેવા આયોગ (જેમાં સામૂહિક કાનૂની સેવા કે સીએલએસ યોજનાનો સમાવેશ થાય છે) પોતાની માહિતી ટેકનોલોજી (આઈટી) સિસ્ટમની સુરક્ષાને ખૂબ ગંભીરતાથી હાથ ધરે છે. તેની સુરક્ષા નીતિ બ્રિટિશ ધોરણનું : કોડ ઓફ પ્રેકિટસ ફોર ઈન્ફર્મશન સિકયોરિટિ મેનેજમેન્ટ (BS7799)નું પાલન કરે છે. આ નીતિમાં, જોગવાઈ કરી છે કે, તેની આઈટી સિસ્ટમમાં રાખેલી તમામ માહિતી, અનધિકૃત જાહેરાત, સુધારા કે વિનાશ - આકસ્મિક હોય કે જાણીબૂઝીને હોય - તેની સામે અચૂક રક્ષણ પૂરું પાડવું. આ નીતિનો ઉદ્દેશ, નીચેની બાબતોની જાળવણી માટે કાનૂની સેવા આયોગ ની આઈટી સિસ્ટમને રક્ષણ આપવાનો છે.

ગુપ્તતા - અનધિકૃત લોકો સમક્ષ માહિતી જાહેર કરવા સામે રક્ષણ આપવું

ઇંન્ટીગ્રીટી - માહિતી અને સોફટવેરના અનધિકૃત સુધારા અને તે બગડવાના તમામ પ્રકારનોનું નિવારણ; અને

પ્રાપ્યતા - હંગામી કે કાયમી નુકસાન દ્વારા માહિતી અને સેવાની ઉપલભ્યતા નષ્ટ થતી અટકાવવી

1998 ના વિગત રક્ષણ અધિનિયમ અન્વયે વ્યકિતગત વિગતો મેળવવાનો અધિકાર

તમે શેલી કપૂર, વેબસાઈટ મેનેજર, સીએલએસ ડાયરેક્ટ , કાનૂની સેવા આયોગ , 3જો માળ, 85 ગ્રે ઈન રોડ, લંડન

WC1X 8TX ને લેખિતમાં વિનંતી કરો તો તમને નીચેની વિગતો જાણવા હકદાર બનો છો :

  • કાનૂની સેવા આયોગ કે તેમના વતી બીજું કોઈક તમારી વિગતોની પ્રક્રિયા કરે છે કેમ
  • તેમ હોય તો, જે હેતુ માટે તેની પ્રક્રિયા કરાઇ હોય, અને જેમની સમક્ષ તે માહિતી જાહેર કરી શકાય, તે માટે ઉત્તમ વ્યકિતગત વિગતોનું વર્ણન
  • વ્યકિતગત વિગતોમાં સમાવિષ્ટ બધી માહિતી અને વિગતોના સ્ત્રોતને સમજી શકાય તેવા સરળ ફોર્મમાં

આ સેવા માટે 10 ની ફી ચૂકવવાપાત્ર છે.

વધુ માહિતી માટે, કૃપા કરીને એલએસસી ની માહિતી પત્રિકા માહિતી માં પ્રવેશ જુઓ

શબ્દાવલિ

સારી શબ્દાવલિ જેમાં કાનૂની સેવા આયોગની ગુપ્તતા નીતિમાં વપરાયેલ ટેકનિકલ શબ્દોનો સમાવેશ કર્યાે છે. તે માહિતી આયોગની વેબસાઈટ પ મળી શકશે.
go to top of page
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers