CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

નિયમો અને શરતો

નિયમો અને શરતો

આ વેબસાઈટનો ઉપયોગ કરવો

કાનૂની સેવા આયોગ, તમે વ્યકિતગત રીતે જોવા અને ઉપયોગ કરવા આ સામૂહિક કાનૂની સેવા ડાયરેકટ વેબસાઈટ જાળવે છે. આ વેબસાઈટમાં પ્રવેશ અને ઉપયોગ કરવાની સાથે તમે આ નિયમો અને શરતો સ્વીકારો છો.

ડિસ્કલેમર

કાનૂની સેવા આયોગ, આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી ચોક્કસ હોવાનું સુનિЉચત કરવા વાજબી પગલાં લે છે, પરંતુ એ બાબતની નોંધ લેવી કે આ માહિતી માત્ર માર્ગદર્શિકા તરીકે આપવામાં આવી છે.

કાનૂની સેવા આયોગ કે તેમના વતી, આ વેબસાઈટ પર કે તેનાં પૃષ્ઠો જેની સાથે સંલગ્ન હોય તેવી કોઈપણ વેબસાઈટ પરની કોઈપણ ભૂલ, ચૂક કે ખોટા વિધાન અંગે કોઈ જવાબદારી સ્વીકારવામાં આવતી નથી.

આ વેબસાઈટ પર કે તેનાં પૃષ્ઠો જેની સાથે સંલગ્ન હોય તેવી કોઈપણ વેબસાઈટ પરની કોઈપણ સંસ્થા, કાનૂની સેવા આયોગ ના પક્ષે આવી કોઈ સંસ્થા, કંપની કે વ્યકિતની સદ્ધરતા કે ક્ષમતા અંગે કોઈ મંજૂરી કે બાંયધરીનો અર્થ સૂચિત થતો નથી.

કોપીરાઈટ અને ડેટાબેઝ રાઇટ્સ

આ વેબસાઈટ પર સમાવિષ્ટ માહિતી, કાનૂની સેવા આયોગ ની માલિકીના કોપીરાઈટ અને/અન્ય ડેટાબેઝ રાઇટ્સને અધીન છે. આ માહિતી ચોકસાઈપૂર્વક પુન:નિર્મિત કરવામાં આવે અને ગેરમાર્ગે દોરતા સંદર્ભમાં ઉપયોગ ન કરવામાં આવે તે શરતે, વ્યકિતગત કે ઘરમાં જ ઉપયોગ માટે, વિધિસરની પરવાનગી મેળવ્યા વિના, વિના ખર્ચે ફરીથી નિર્મિત કરી શકાશે.

કાનૂની સેવા આયોગ ની માલિકીના કોપીરાઈટ અને/અથવા ડેટાબેઝ રાઇટ્સ રક્ષિત સામગ્રી ફરીથી નિર્મિત કરવાની પરવાનગી, ત્રીજા પક્ષકારના કોપીરાઈટ અને/અથવા ડેટાબેઝ રાઇટ્સ તરીકે નક્કી કરેલી આ વેબસાઈટ પરની કોઈપણ માહિતી માટે મળતી નથી.

આવી સામગ્રી ફરીથી નિર્મિત કરવાની અધિકૃતિ, સંબંધિત કોપીરાઈટ અને/અથવા ડેટાબેઝ રાઇટ્સ ધરાવતા માલિક પાસેથી મેળવવી જોઈશે.

સામૂહિક કાનૂની સેવા - કાનૂની સલાહકાર માર્ગદર્શિકા ની માહિતી યુકે એડવાઇઝ ફાઈન્ડર પાસેથી મેળવવામાં આવી છે અને કોપીરાઈટ રિસોર્સ ઇન્ફર્મેશન સર્વિસ ના લાઇસન્સ હેઠળ પ્રકાશિત કરી છે. યુકે એડવાઈઝ ફાઈન્ડરનો કોપીરાઈટ રિસોર્સ ઈન્ફર્મેશન સર્વિસ ધરાવે છે. સીએલએસ કાનૂની સલાહકાર માર્ગદર્શિકાની માહિતીનો કોપીરાઈટ પણ કાનૂની સેવા આયોગ , ઓકટોબર 2000નો છે.

વેપાર ચિહ્ન અને લોગો

સામૂહિક કાનૂની સેવા, સામૂહિક કાનૂની સેવા ડાયરેકટ અને કાનૂની સેવા આયોગ ની ઓળખ આપતા નામો, ચિત્રો અને લોગો, કાનૂની સેવા આયોગ કે તેના પરવાનેદારોની માલિકીનાં ચિહ્નો છે. સરકારી ખાતાં, ત્રીજા પક્ષકારો અને તેમની માહિતી, બનાવટો તથા સેવાઓની ઓળખ આપતાં નામો, ચિત્રો અને લોગો એ તાજના અને/અથવા ત્રીજા પક્ષકારના માલિકીનાં ચિહ્નો છે.

કાનૂની સેવા આયોગના લોગો અને/અથવા આ વેબસાઈટ મારફત પ્રવેશ મેળવેલ કોઈપણ ત્રીજા પક્ષકારના લોગો, સંબંધિત વેપાર ચિહન અને / અથવા કોપીરાઈટના માલિકની પૂર્વ-મંજૂરી વિના નકલ કે ઉપયોગ કરવાની છૂટ નથી.

વાયરસ રક્ષણ

કાનૂની સેવા આયોગ, ઉત્પાદનના તમામ તબક્કે સામગ્રીની ચકાસણી પરીક્ષણ કરવા શક્ય તમામ પ્રયત્નો કરે છે. ઈન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલ તમામ સામગ્રી અંગે વાયરસ પ્રતિરોધક પ્રોગ્રામનું સંચાલન કરવું તમારા માટે હંમેશા સલાહપ્રદ છે. આ વેબસાઈટ પરથી મેળવેલી સામગ્રીનો ઉપયોગ કરતી વખતે તમારા ડેટા કે તમારી કમ્પ્યુટર -સિસ્ટમમાં કોઈ નુકસાન, ખલેલ કે હાનિ થાય તે અંગેની જવાબદારી અમે સ્વીકારી શકીશું નહીં.

કાયદો અને અધિકાર-ક્ષેત્ર

આ શરતોનો અમલ ઈંગ્લેન્ડ અને વેલ્સ ના કાયદા પ્રમાણે થાય છે અને તેનો અર્થ તે પ્રમાણે કરવો. આ શરતોને કારણે ઊભી થતી કોઈપણ તકરાર, ઈંગ્લેન્ડ અને વેલ્સ ની અદાલતોના સંપૂર્ણ અધિકારક્ષેત્રને અધીન છે.








go to top of page
Last updated on 8 June 2016
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers