CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

કમ્યૂનિટી લીગલ સર્વિસ ફંડ અને દરો

સામૂહિક કાનૂની સેવા ફંડ શું છે?

ચાર્જ

 

સામૂહિક કાનૂની સેવા ફંડ શું છે?

સામૂહિક કાનૂની સેવા ફંડ, જેમને કાનૂની સેવા પરવડી ન શકે તેવા લોકોને, તેઓ કેટલીક શરતો સંતોષ ેત્યાં સુધી મદદ કરે છે. સામૂહિક કાનૂની સેવા ફંડનું સંચાલન કાનૂની સેવા આયોગ દ્વારા થાય છે, જે કાનૂની સહાય બોર્ડના બદલે સ્થાપિત થયું છે. કાનૂની સેવા આયોગ , લોકોને સૌથી વધુ સ્પર્શતા પ્રશ્નો તરફ સાધનો ને વાળે છે, અને પ્રબંધકો સાથેના તેના કરારો મારફત, તેની ખરેખર જરૂર હોય તેવા લોકોને માન્ય ગુણવત્તા વાળી સેવાઓ પહોંચે તેની ખાતરી કરે છે.

કાનૂની સહાય કેલક્યુલેટર નો ઉપયોગ કરીને તમે કાનૂની સહાય માટે પાત્ર છો કે કેમ તે જોઈ શકો છોે.

કાનૂની સેવા આયોગ, ફોજદારી બચાવ સેવા પણ ચલાવે છે, જે ઓકટોબર, 2000માં ફોજદારી કાનૂની સેવાને બદલે સ્થાપિત થઈ છે.

મારે કેવી રીતે અરજી કરવી?

જેઓને સીએલએસ તદવિદ ગુણવત્તા ચિહ્ન આપવામાં આવ્યંુ છે અને જેઓ સીએલએસ લોગો દર્શાવે છે તેવા કાનૂની સલાહકારો પાસેથી સામૂહિક કાનૂની સેવા ફંડ ની સહાય મેળવવા તમે અરજી કરી શકો.

સહાય માટે અરજી કરવા તમારે કાનૂની સલાહકાર સાથે વાત કરવી જોઈશે - વિગતો માટે સીએલએસ કાનૂની સલાહકાર માર્ગદર્શિકામાં જોવું જોઈશે.

તમે વધુ માહિતી સામૂહિક કાનૂની સેવા ફંડનું ઉપયોગી માર્ગદર્શન નામની પત્રિકામાંથી પણ મેળવી શકાશે.

તમે કાનૂની સેવા આયોગ મારફત સીધેસીધા સીએલએસ ફંડની સહાય માટે અરજી કરી શકશો નહીં.

ફંડ વ્યવસ્થા સંહિતા

ફંડ વ્યવસ્થા સંહિતા, સામૂહિક કાનૂની સેવા ફંડ આપી શકે તે સહાય તથા તમારે પરિપૂર્ણ કરવી જરૂરી આવશ્યકતાઓ નક્કી કરે છે.

ચાર્જ

આમા કોઈ ચાર્જ લાગે છે?

સામૂહિક કાનૂની સેવા અંતર્ગત ઘણી સંસ્થાઓ કેટલીક અથવા તેમની તમામ સેવાઓ નિ:શુલ્ક આપે છે; બીજા તેમની સેવા માટે ચાર્જ કરે છે. તમે સંસ્થાઓના ચાર્જ અંગેની માહિતી સીએલએસ કાનૂની સલાહકાર માર્ગદર્શિકા માંથી માહિતી મેળવી શકશો. ગુણવત્તા ચિહ્ન સાથેની તમામ સંસ્થાઓ, તમે તેમની સાથે પ્રથમ વાત કરો ત્યારે તેમના ચાર્જ અંગે જણાવે છે.

સામૂહિક કાનૂની સેવા ફંડ (અગાઉ કાનૂની સહાય)

સામૂહિક કાનૂની સેવા ફંડ, જેમને કાનૂની સેવા પરવડી ન શકે તેવા લોકોને, તેઓ કેટલીક શરતો સંતોષે ત્યાં સુધી મદદ કરે છે. તમે તમારા કેસનું કેટલુંક ખર્ચ ચૂકવવા જણાવી શકો. તમારા સલાહકાર આ અંગે તમને વિશેષ જણાવશે.

શું હું કાનૂની સહાય મેળવી શકું?

તમે કાનૂની સહાય માટે પાત્ર છો કે કેમ જે જોવા તમે સીએલએસ ડાયરેકટ - કાનૂની સહાય કેલક્યુલેટર નો ઉપયોગ કરી શકશો.

નિ:શુલ્ક સેવાઓ

નાગરિક સલાહ બ્યુરોક્ષ અને કાનૂની કેન્દ્રો જેવી ઘણી સંસ્થાઓ નિ:શુલ્ક સેવા આપે છે. આમછતાં, તમારે સંસ્થાના ખર્ચને આવરી લેવા, જેમકે ફોટો-નકલ કરવી જેવું કેટલુંક ખર્ચ ચૂકવવાનું રહેશે.

નિ:શુલ્ક પ્રારંભિક ઈન્ટરવ્યૂ

ઘણી સંસ્થાઓ, પ્રારંભિક નિ:શુલ્ક સેવા માટેની મુદત (ઘણીવાર 30 મિનિટ) નિયત કરે છે. ઉદાહરણ તરીકે, અકસ્માત કાર્યક્ષેત્ર યોજના, જેમણે અકસ્માતને કારણે અંગત ઈજા ભોગવી છે તેઓ માટે સોલિસિટર સાથે નિ:શુલ્ક પ્રારંભિક ઈન્ટરવ્યૂ ગોઠવે છે. કાનૂની સલાહકાર માર્ગદર્શિકા બતાવે છે કે કયા સોલિસિટર અકસ્માત કાર્યક્ષેત્ર યોજનાને લગતા છે. અકસ્માત કાર્યક્ષેત્ર અંગેની વધુ વિગતો માટે તમે 1500 192939 પર તેમની મફત ટેલિફોન હેલ્પલાઈન પર ફોન કરી શકશો.

નિયત-ફી યુકત ઈન્ટરવ્યૂ

કેટલાક સોલિસિટર નિયત ફી થી ઈન્ટરવ્યૂ (સામાન્ય રીતે 30 મિનિટ) આપે છે.

સોલિસિટરનો ચાર્જ

સોલિસિટર, કલાકના દર, નિયત ફી અને ટકાવારી ફી સહિત જુદી જુદી રીતે ચાર્જ કરે છે. કેસની શરૂઆતમાં સોલિસિટરે કેસના સંભવિત ખર્ચ અંગે તથા ચાર્જ કેવી રીતે ગણવો તે અંગે તમને અચૂક જણાવશે. તમરા સમગ્ર કેસ દરમિયાન સોલિસિટર તમને અત્યારસુધીના ખર્ચ અંગે જણાવશે.

પ્રો બોનો

ઘણા વકીલો કેટલીક સેવાઓ નિ:શુલ્ક આપે છે, આને પ્રો બોનો કહે છે. નીચેની વેબસાઈટ પર તમે પ્રો-બોનોની કામગીરી અંગેની વધુ માહિતી મેળવી શકશો.

સોલિસિટરનું પ્રો બોનો ગ્રુપ (કાયદાની કામગીરીની પરિયોજનાઓ)
બાર પ્રો-બોનો યુનિટ (બેરિસ્ટર)
ફ્રી રિપ્રેઝન્ટેશન યુનિટ (દેશાગમન અને રોજગાર)

ટ્રેડ યુનિયન અને દેખરેખ- નિયંત્રણ સંસ્થાઓ

એએ અને આરએસી જેવા ટ્રેડ યુનિયન અને દેખરેખ નિયંત્રણ સંસ્થાઓ, સભ્યોને ઓછા ખર્ચે કે મફત કાનૂની સલાહ આપે છે.








go to top of page
Last updated on 21 October 2019
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers