CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

1 બેલીફ/ ડેટ કલેક્ટરને શી સત્તાઓ છે?

લોકોને જુદા જુદા અનેક મુદ્દાઓ ઉપર પ્રાથમિક સ્વરૂપની સલાહ મળી રહે તે રીતે CLSની ટેલીફોન ઈન્ફર્મેશન મૅસેજિસ (ટેલીફોન પર માહિતીપૂર્ણ સંદેશા)ની સેવાનું આયોજન કરવામાં આવ્યું છે. તમારી સમસ્યા વધારે જટિલ પ્રકારની હોય તો અમારી સલાહ છે કે તમે કોઈ સોલીસિટર કે લીગલ ઍડવાઈઝરને મળો. તમે આ બાબતમાં કમ્યૂનિટી લીગલ સર્વિસ ડાયરેક્ટના સલાહકાર સાથે 0845 345 4 345 પર વાત કરી શકો છો અથવા કમ્યૂનિટી લીગલ સર્વિસની ડિરેક્ટરીમાંથી તમારી નજીકના સોલીસિટર કે ઍડવાઈઝરને શોધી શકો છો.


CLS ડિરેક્ટરીક્રેડિટરો (લોન કે ધીરાણ આપનારા) ક્યારેક તમારા પર ચડેલા દેવાની વસૂલાત માટે બેલીફની મદદ લે છે અને ચૂકવણી તરીકે તમારો માલસામાન કબજે લેવાની ધમકી આપે છે.

લોન ક્રેડિટ કાર્ડ કૅટલૉગ જેવી બાબતોમાં તમારા પર લેણું ચડેલું હોય અને કોર્ટના આદેશ છતાં તમે ચૂકવણી ન કરી હોય તો ક્રેડિટર માત્ર એટલું જ કહેવા બેલીફને મોકલે છે કે તમારા પર લેણું છે. આવું થાય તો તમે કોર્ટમાં અરજી કરીને વૉરંટ "સસ્પેન્ડ" કરવા અને તમને પોસાય તેવા હપ્તે પૈસા પરત કરવાનો આદેશ કરવા વિનંતી કરી શકો છો.

તમારા પર કાઉંસિલ ટેક્સ, ચાઈલ્ડ સપોર્ટ કે બીજા દંડની રકમ ચડી ગઈ હોય તો ક્રેડિટર તમારી પાસે ખાનગી બેલીફને મોકલી શકે છે. ખાનગી બેલીફ સાથે કામ પાર પાડવું બહુ અઘરૂં નીવડી શકે છે. એ લોકો ફી પણ વસૂલી શકે છે, જો કે, એને પડકારવાનું ક્યારેક શક્ય બનતું હોય છે.

  • બેલીફ પહેલાં એ જ દેવાની વસૂલાત માટે આવ્યો હોય ત્યારે એને અંદર આવવા દીધો હોય તો ભલે, તે સિવાય એ તમારા મકાનમાં પ્રવેશી ન શકે. આથી, તમારે બેલીફને તમારા મકાનમાં અંદર ન આવવા દેવાનું ધ્યાનમાં રાખશો. આ રીતે, એ ફરી વાર તમારે ત્યાં આવશે તો તમારા ઘરમાં બળજબરીથી ઘુસી શકશે નહિ.

બેલીફને ઘરમાં આવવા દેશો તો એ સામાન્ય રીતે તમને 'વૉકિંગ પઝેશન એગ્રીમેન્ટ' પર સહી કરવા કહેશે અને એની માગણી પ્રમાણે રકમ ચૂકવી આપશો તો તમારા સ્થળ પરના માલસામાનને અડકશે નહિ.

બેલીફ સામાન્ય રીતે તમારા ઘરની પ્રાથમિક આવશ્યકતાની વસ્તુઓ, કપડાં, ગાદલાં-ગોદડાં તમારા કામનાં ઓજારો કબજે ન કરી શકે. દેવાદાર સિવાયની બીજી વ્યક્તિનો સામાન પણ એ કબજામાં ન લઈ શકે પરંતુ સામાન્ય રીતે સહિયારી માલિકીની વસ્તુઓ કબજામાં લઈ શકે છે. સહિયારી માલિકીની વસ્તુના લીલામમાંથી મળતી રકમ માલિકો વચ્ચે સરખા ભાગે વહેંચવી પડશે.

ડેટ કલેક્ટરો (દેવું વસૂલ કરનાર) બેલીફ નથી હોતા અને એમને બેલીફ જેટલી સત્તાઓ પણ નથી હોતી. એમણે દેવાદારોની કનડગત કરવાની નથી જ, પરંતુ, પત્ર, ફોન અને કાનૂની પગલાં દ્વારા દેવું વસૂલ કરવાના પ્રયત્ન કરી શકે છે.

બેલીફ, ડેટ કલેક્ટર, કે દેવાને લગતી બીજી બાબતોમાં તમારે કશી મદદ જોઈતી હોય તો નિષ્ણાતની સલાહ માટે અમારા ડેટ ઍડવાઈઝર (કરજ વિશેના સલાહકાર) સાથે ચર્ચા કરવાની અમે ભલામણ કરીએ છીએ.

 
go to top of page
Last updated on 21 October 2019
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers