CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

4 મને કાઉંટી કોર્ટ તરફથી ક્લેમ ફૉર્મ મળ્યું છે. હવે મારે શું કરવું?

કાઉંટી કોર્ટ તરફથી ક્લેમ ફોર્મ (દાવાનાં ફૉર્મ) મળે તો બહુ ચિંતા જેવું લાગે ખરૂં, પરંતુ સામાન્ય રીતે તો એ શક્ય છે કે કોર્ટની સુનાવણી વિના જ તમે ટપાલ દ્વારા કામ પતાવી શકો.

દાવો તમારા માથે ચડેલી ઉધાર રકમ માટેનો હશે તો, તમે જવાબ આપવા માટે જે ફૉર્મ વાપરો તે સામાન્ય રીતે ક્લેમ ફૉર્મની સાથે જ આપેલાં હોય છે. આ ફૉર્મ મળ્યાના 14 દિવસની અંદર તમે જવાબ આપી દો એ બહુ અગત્યનું છે.

તમે આ બાબતમાં બચાવ કરવા વિશે વધારે સલાહ લેવા માગતા હો તો તમારે 14 દિવસની અંદર 'એક્નૉલેજમેન્ટ ' (પહોંચ)નું ફૉર્મ ભરીને મોકલી આપવું જોઈએ. આ રીતે તમારા બચાવની દલીલ મોકલવા માટે મુદત વધી જશે અને 28 દિવસનો સમય મળી રહેશે.

દાવાનો જવાબ તમે ઘણી રીતે આપી શકો છોઃ

  • તમને લાગે કે તમારા કરજ તરીકે દેખાડેલી રકમ તો બરાબર છે પણ તમે એકસામટી બધી રકમ ચૂકવી શકો તેમ નથી, તો તમારે 'એડમિશન ફૉર્મ' ભરવું જોઈએ;- એમાં તમારી નાણાકીય વિગતો અને ચૂકવણીની ઑફર હોવી જોઈએ. આ ફૉર્મ 14 દિવસની અંદર તમારે 'ક્લેમન્ટ'(દાવેદાર)ને મોકલી આપવું જોઈએ, તમને ખરેખર પોસાય તેમ હોય તેના કરતાં વધારે રકમની ઑફર ન કરશો.
  • તમને એમ લાગે કે આટલી રકમ લેણી નથી નીકળતી, તો તમે 'ડિફેન્સ એન્ડ કાઉંટરક્લેમ' ફૉર્મ ભરી શકો છો; - તમે આ દાવામાં બચાવ કરવા માગતા હો તો ડિફેન્સ ફૉર્મ કોર્ટમાં પાછું મોકલવામાં આવે છે.
  • તમને એમ લાગે કે અમુક દેવું ચડત દેખાડેલું છે તે બરાબર છે પણ બાકીનું બરિબર નથી, તો તમે બન્ને ફૉર્મ વાપરી શકો છો.

તમને એમ લાગે કે દેવાની અમુક રકમ સાચી છે, પરંતુ તમે જેટલી ઑફર કરી છે તેના કરતાં વધારે રકમ ચૂકવવાનો કોર્ટે હુક્મ કર્યો છે તો તમે કોઈ સુનાવણી દરમિયાન તમારી ઑફર વિશે ફરી વિચાર કરવા વિનંતી કરી શકો છો. આવી સુનાવણી તમારે ત્યાંની સ્થાનિક કાઉંટી કોર્ટમાં થશે.

કોર્ટે કરેલા હુક્મ પ્રમાણે તમે ચૂકવણી ન કરી શકો તો દાવેદાર કોર્ટનો હુક્મ ફરજિયાત લાગુ કરાવવા માટે અરજી કરી શકો છો. દાખલા તરીકે - આના માટે કોર્ટના બેલીફને તમારી મુલાકાતે જવાનું કહી શકાય, તમારી કમાણી ટાંચમાં લેવાનો આદેશ માગી શકાય, અથવા કોર્ટને તમારી માલિકીની કોઈ મિલકત (દા.ત.ઘર) પર કાનૂની બંધન નાખવાની વિનંતી કરી શકાય.

તમારા વિરૂદ્ધ ચુકાદો ફરજિયાત લાગુ કરવામાં આવશે તો કોર્ટનો ખર્ચ અને ફી સામાન્ય રીતે તમારા દેવામાં ઉમેરી દેવાશે.

તમારા વિરુદ્ધ ચુકાદો ફરજિયાત લાગુ કરાશે તો એ રજિસ્ટરમાં લખાશે સિવાય કે ચુકાદો આવ્યાના 28 દિવસની અંદર દેવું ચૂકવી દીધું હોય. એ તમારા ક્રેડિટ રેકૉર્ડમાં ચુકાદા પછી છ વર્ષ સુધી નોંધાયેલું રહેશે.

કાઉંટી કોર્ટના ક્લેમ ફૉર્મ બાબતમાં, અથવા દેવાને લગતી બીજી બાબતો વિશે તમને ચિંતા હોય તો નિષ્ણાતની સલાહ માટે અમારા ડેટ ઍડવાઈઝર સાથે ચર્ચા કરવાની અમે ભલામણ કરીએ છીએ.








go to top of page
Last updated on 21 October 2019
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers