CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

6 ભાડા-ખરીદ કરાર (hire purchase agreement)માં મારા શાં અધિકાર હોય છે?

ભાડે-ખરીદ(હાયર પરચેઝ)અથવા શરતી વેચાણ કરાર (કંડીશનલ સેલ એગ્રીમેન્ટ) નો અર્થ એ કે જે સમયગાળો પરસ્પર સંમતિથી નક્કી થાય તેના તમને માટે એક વસ્તુ ભાડે આપવામાં આવશે અને તમે એના હપ્તા ચૂકવતા રહેશો. છેલ્લો હપ્તો ન ચૂકવાઈ જાય ત્યાં સુધી તમે એ વસ્તુના કાયદેસર માલિક ગણાતા નથી. હાયર પરચેઝ એગ્રીમેન્ટ દરમિયાન વસ્તુ ભાડે આપનારની માલિકીની ગણાય છે એટલે એની પરવાનગી લીધા વિના તમારે એ વેચવાની જ નથી.

તમને કરાર વહેલા પૂરો કરવાનો અધિકાર અવશ્ય છે. તમે ફાઈનૅન્સ કંપનીને સ્પષ્ટ શબ્દોમાં લખી શકો છો કે તમે કરારનો અંત લાવવા માગો છો. તમારો પત્ર રેકૉર્ડેડ ડિલિવરી મારફતે મોકલશો. કરાર વહેલા પૂરો કરતા હો તો તમારે વસ્તુ પાછી આપવી પડશે અને કરાર મુજબની અર્ધી રકમ ચૂકવી આપવાની રહેશે, એમાં તમે અત્યાર સુધી જે રકમ ચૂકવી હશે તે બાદ થઈ જશે.

કરાર વહેલા પૂરો કરવા માટે તમે જાથુકની રકમ ચૂકવી આપો એવો ફાઈનૅન્સ કંપનીએ આગ્રહ ન રાખવો જોઈએ.

તમે હપ્તા ન ચૂકવો તો ભાડે આપનારને માત્ર નીચે જણાવેલા સંયોગોમાં વસ્તુ પાછી પોતાના કબજામાં લેવાનો અધિકાર છે, પરંતુઃ

  • આવું કરવાની તમે પરવાનગી આપી હોય;
  • ભાડે આપનારે કોર્ટનો હુક્મ મેળવ્યો હોય; અથવા
  • તમે કુલ ખરીદ કિંમતના ત્રીજા ભાગ કરતાં ઓછી કિંમત ચૂકવી હોય અને વસ્તુ સાર્વજનિક ભૂમિ પર સંઘરી હોય તો જ આવું થઈ શકે.

હાયર પરચેઝ એગ્રીમેન્ટ અથવા કરજને લગતી બીજી બાબતો અંગે તમારે મદદ જોઈતી હોય તો નિષ્ણાતની સલાહ માટે અમારા ડેટ એડવાઈઝર સાથે ચર્ચા કરવાની અમે ભલામણ કરીએ છીએ.

 








go to top of page
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers