CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

8 મારો બેનીફિટ ક્લેમ નકારી દેવાયો છે. હવે મારે શું કરવું?

તમારો કોઈ લાભનો દાવો નકારી કાઢવામાં આવ્યો હોય અથવા તમને મળવો જોઈએ તેનાથી ઓછો લાભ અપાયો હોય તો એ નિર્ણયને પડકારવાનો તમને કાનૂની અધિકાર છે. તમે આ નિર્ણયની વિરુદ્ધ, એ મોકલનાર ઑફિસ સમક્ષ રજૂઆત કરીને ફેરવિચારણા કરવા કહી શકો છો અથવા સ્વતંત્ર ટ્રાઈબ્યૂનલ સમક્ષ અપીલ કરી શકો છો. આ નિર્ણય સામે તમારે એક મહિનાની અંદર વાંધો લેવો જોઈએ, પરંતુ તમે નિર્ણય વિશે વધુ માહિતી માગી શકો છો.

તમે બેનીફિટ ઑફિસને તમારા બેનીફિટ ક્લેમની પુનર્વિચારણા કરવા વિનંતી કરશો તો એ મૂળ દાવો તપાસનાર વ્યક્તિ પાસે નહિ, પરંતુ બીજી વ્યક્તિ પાસે જશે. આ તબક્કે ઑફિસ તમને વધારે માહિતી આપવાનું કહે તો તમે એક મહિનાની અંદર આપો તે બહુ અગત્યનું છે. તેને બદલે તમે અપીલ કરશો તો પણ બેનીફિટ ઑફિસ તમારા દાવાની ફરી તપાસ કરવા સંમત થાય એ શક્ય છે. નિર્ણયમાં કઈં ફેરફાર થશે તો ઑફિસ તમને એની જાણ કરશે અને તમારી અપીલ પર એની શી અસર થશે તે પણ જણાવશે.

તમારા બેનીફિટ ક્લેમની પુનર્વિચારણા થયા પછી પણ તમને સંતોષ ન હોય તો તમે આ તબક્કે પણ અપીલ કરી શકો છો. અપીલની સુનાવણી સ્વતંત્ર ટ્રાઈબ્યૂનલ કરે છે. એને બેનીફિટ ઑફિસ સાથે કશી લેવાદેવા હોતી નથી. એ બેનીફિટ ઑફિસથી તદ્દન અલગ હોય છે. પુનર્વિચારણાના પરિણામની જાણ કરવામાં આવે ત્યારથી એક મહિનાની અંદર તમારે અપીલ કરી જ દેવી જોઈએ.

તમે નિર્ણય સામે અપીલ કરતા હો તો અપીલ માટેનાં નિયત ફૉર્મ હોય છે તેનો ઉપયોગ કરો એ બહુ જ સારૂં છે, કે જેથી જેટલી જરૂરી માહિતી હોય તેનો તમે અચૂક સમાવેશ કરી શકો. જુદા-જુદા બેનીફિટ માટે જુદાં-જુદાં અપીલ ફૉર્મ હોય છે. બેનીફિટનો નિર્ણય લેનારી ઑફિસ પાસેથી અથવા કોઈ ઍડવાઈસ એજન્સી, દાખલા તરીકે તમારા પ્રદેશના સિટીઝન્સ એડવાઈસ બ્યૂરો પાસેથી, તમને અપીલનું ફૉર્મ મળી જશે.

સ્વતંત્ર ટ્રાઈબ્યૂનલ નિર્ણય લે તેમાં કદાચ થોડાં અઠવાડિયાં નીકળી જશે. તમને પૂછવામાં આવશે કે તમે કઈ જાતની સુનાવણી ઈચ્છો છો - જેમાં તમે હાજર રહી શકો તેવી કે જેમાં લેખિત પુરાવાના આધારે જ કાર્યવાહી થતી હોય તેવી ? નિયત સમયમાં, સામાન્ય રીતે 14 દિવસમાં, તમે આ પ્રશ્નનો જવાબ નહિ આપો તો કદાચ તમારી અપીલ પર સુનાવણી થાય જ નહિ એ શક્ય છે. તમે હાજર રહી શકો એવી સુનાવણી માગવાનું અને શક્ય હોય તો તમારા વતી કેસ રજૂ કરે તેવા કોઈને શોધવાનું પણ સારૂં થશે, તમે હાજર રહી શકો તેવી સુનાવણી માટે માગણી નહિ કરો તો પણ, શક્ય છે કે, બેનીફિટ ઑફિસ એવી માગણી કરશે, અથવા ટ્રાઈબ્યૂનલ જાતે જ નક્કી કરશે કે તમે સુનાવણીમાં હાજર રહેશો. ટૅક્સ ક્રેડિટ અંગેના નિયમો જુદા જુદા છે. તમને ટૅક્સ ક્રેડિટ વિશે ટૅક્સ ક્રેડિટ્સ હેલ્પલાઈન 0845 300 3900 પરથી માહિતી મળી શકશે.

તમારો બેનીફિટ ક્લેમ નકારી કાઢવામાં આવ્યો હોય અને તમને એ સંબંધમાં અથવા વેલ્ફેર બેનીફિટ્સને લગતી બીજી બધી બાબતોમાં મદદ જોઈતી હોય તો નિષ્ણાતની સલાહ મેળવવા માટે અમારા વેલ્ફેર બેનીફિટ ઍડવાઈઝર સાથે ચર્ચા કરવાની અમે ભલામણ કરીએ છીએ.

 








go to top of page
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers