CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

11 ટૅક્સ ક્રેડિટ માટે કોણ હકદાર છે?

કરરાહત દ્વારા ઓછી આવકવાળા લોકોને વધારાની રકમ મળે છે. પહેલાં કેટલાય લાભ અને કરની માફીની વ્યવસ્થા હતી તેનું સ્થાન હવે કર રાહતોએ લીધું છે.

તમે વર્કિંગ ટૅક્સ ક્રેડિટ માટે પાત્ર હોઈ શકો છો, એના માટેની શરતો આ પ્રમાણે છેઃ

  • તમે એકલાં માતા / પિતા હો અથવા બાળક સાથેનાં દંપતી હો અને દર અઠવાડિયે ઓછામાં ઓછા 16 કલાક કામ કરતાં હો;
  • તમને બાળક ન હોય, તમારી ઉંમર 25 વર્ષથી ઉપર હોય અને દર અઠવાડિયે ઓછામાં ઓછા 30 કલાક કામ કરતા હો;
  • તમે વિકલાંગ હો અને દર અઠવાડિયે ઓછામાં ઓછા 16 કલાક કામ કરતા હો ; અથવા
  • તમે 50 વર્ષથી વધારે ઉંમરના હો અને અમુક સમય બેનીફિટ પર રહ્યા પછી ફરીથી દર અઠવાડિયે 16 કલાક કામ શરૂ કર્યું હોય.

વર્કિંગ ટૅક્સ ક્રેડિટમાં બાળકની સંભાળનો ખર્ચ અને તમે શારીરિક ક્ષતિને કારણે અસમર્થ હો તો વધારાની મદદનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે, એ તમારા વેતન સાથે જ ચૂકવી દેવાય છે, પરંતુ ચાઈલ્ડકેરના ખર્ચનો અમુક ભાગ તમને સીધો ચૂકવવામાં આવશે.

તમારા પર કોઈ બાળકની સંભાળની જવાબદારી હોય તો તમે ચાઈલ્ડ ટેક્સ ક્રેડિટ માટે પાત્ર ઠરો છો. ચાઈલ્ડ બેનીફિટ (બાળક માટેના લાભ) ઉપરાંત આ રકમ અપાય છે અને સામાન્ય રીતે સંભાળ લેનારી મુખ્ય વ્યક્તિને મળે છે. એમાં વિકલાંગ બાળક માટેની વધારાની મદદનો સમાવેશ થાય છે. ચાઈલ્ડ ટૅક્સ ક્રેડિટ માટે તમે કામ કરો છો કે નહિ તે ધ્યાનમાં લેવાતું નથી.

બન્ને ટૅક્સ ક્રેડિટ નાણાકીય સાધનોના આધારે ચકાસેલી છે. વીતેલા કરવર્ષ (એપ્રિલથી એપ્રિલ) દરમિયાન તમારી આવક હોય તેના પ્રમાણે નાણાકીય સાધનોની ચકાસણી થશે. તમારી આવક વધારે કે ઓછી હોવાનું જણાશે તો, કાં તો તમારે વધારે અપાયેલી રકમ પરત ચૂકવવી પડશે અથવા વધારે રકમ મળશે. આવું બનતું ટાળવા માટે, તમે ટૅક્સ ક્રેડિટ ઑફિસને, તમને ટૅક્સ ક્રેડિટ મળતી હોય તે જ અરસામાં, તમારી વર્તમાન આવકની જાણ કરી શકો છો, કે જેથી એ ચાલુ વર્ષમાં તમને આપવાની રકમની નવેસરથી ગણતરી કરી શકે. તમારા સંયોગોમાં બીજા કઈં ફેરફાર થયા હોય તો તે પણ તમારે જણાવી દેવા જોઈએ.

ટૅક્સ ક્રેડિટ માટેનો દાવો ઑનલાઈન પણ કરી શકાય છે અને ટૅક્સ ક્રેડિટ હેલ્પલાઈનને 0845 300 3900 પર ફોન કરવાથી પણ માહિતી મળી શકશે.

ટૅક્સ ક્રેડિટની બાબતમાં કે વેલ્ફેર બેનીફિટને લગતી બીજી કોઈ બાબતમાં મદદની જરૂર હોય તો નિષ્ણાતની સલાહ માટે અમારા કોઈ વેલ્ફેર બેનીફિટ સલાહકાર સાથે ચર્ચા કરવાની અમે ભલામણ કરીએ છીએ.








go to top of page
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers