CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

12 હું ફરી કામે ચડું છું. મારા બધા લાભો બંધ થઈ જશે ?

તમે ફરી કામે લાગી જાઓ તો તમારા બધા લાભો બંધ થઈ જાય એવું જરૂરી નથી.

તમે કામ કરતા હો તો પણ ડિસેબિલિટી લિવિંગ એલાઉંસ (શારીરિક ક્ષતિઓ સાથેના જીવન માટેનું ભથ્થું), ઍટેન્ડન્સ એલાઉન્સ (કાળજી ભથ્થું), ઈંડસ્ટ્રિયલ ઈંજરીઝ બેનીફિટ (ઔદ્યોગિક ઈજા લાભ) અને રિડ્યૂસ્ડ અર્નિંગ્સ એલાઉન્સ (ઘટેલી આવકનું ભથ્થું) પૂરેપૂરાં લઈ શકો છો. તમે કેરર (સંભાળ કર્મચારી) હો તો તમને કેરર માટેનું ભથ્થું પૂરેપૂરૂં મળશે. એના માટેની શરતો તમે પૂરી કરતા હો અને દર અઠવાડિયે અમુક મર્યાદાથી વધુ ન કમાતા હો તો આ લાભ મળી શકે. સામાન્ય રીતે અસમર્થતાનું ભથ્થું બંધ થઈ જાય છે, પરંતુ તમારા કામના કલાક અને કમાણી અમુક મર્યાદાથી નીચે હોય અને તમે બેનીફિટ ઑફિસને એ બાબતમાં અગાઉથી જાણ કરી હોય તો એ ભથ્થું મળી શકે છે.

તમને હાઉસિંગ બેનીફિટ, કાઉંસિલ ટેક્સ બેનીફિટ અને એનએચએસના ખર્ચમાં મદદ પણ સંપૂર્ણ કે આંશિક પ્રમાણમાં મળી શકે છે. દાખલા તરીકે દાક્તરી ભલામણનો ખર્ચ, દાંતની ચિકિત્સાનો ખર્ચ મળી શકે છે. તમારી આવકને નજર સામે રાખીને તમારા નાણાકીય સાધનોનો હિસાબ કરાશે અને તે પ્રમાણે તમારી પાત્રતા નક્કી કરવામાં આવશે. તમે ફરીથી જે કામ કરો તે પાર્ટટાઈમ હોય અને તમે અઠવાડિયે 16 કલાક કરતાં ઓછો સમય કામ કરતા હો તો તમે આવકમાં ટેકો અથવા જૉબસીકર (કામ શોધનાર)નું એલાઉન્સ પણ મેળવી શકો છો. એમાં પણ તમને ચાઈલ્ડ ટૅક્સ ક્રેડિટ મળી શકે છે, પરંતુ તમારી આવકને કારણે એની રકમમાં ફેરફાર થઈ શકે છે.

તે ઉપરાંત તમે લાંબા ગાળાના લાભ છોડીને ફરી કામે ચડો ત્યારે પણ તમને નાણાકીય મદદ થાય તેવી બીજી ઘણીયે યોજનાઓ છે. તાલીમ કાર્યક્રમો અને એલાઉન્સ, બાળસંભાળના ખર્ચમાં મદદ, ન્યૂ ડીલ અને આવી બીજી ઘણીયે યોજનાઓ છે. તમને તમારા વિસ્તારના જૉબ સેંટરમાંથી એના વિશેની માહિતી મળી શકે છે. તમે કામ શરૂ કરો તે સાથે વર્કિંગ ટૅક્સ ક્રેડિટ માટે પણ હકદાર બની શકશો. તમારી આવક અને કેટલા કલાક કામ કરવું પડે છે તે ધ્યાનમાં લઈને વર્કિંગ ટૅક્સ ક્રેડિટ મળે છે. વર્કિંગ ટૅક્સ ક્રેડિટ માટે તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછા 16 કલાક કામ કરવું જ પડે. કેટલાક એકલા લોકો અથવા નિઃસંતાન દંપતિઓએ અઠવાડિયામાં ઓછામાં ઓછા 30 કલાક કામ કરવું પડે છે. આના વિશે તમને સ્થાનિકના જૉબ સેંટરમાંથી કે ઈન્લૅન્ડ રેવેન્યુમાંથી વધારે માહિતી મળી શકશે.

તમને બેનીફિટની રકમ આપતી એજન્સીને તમારે જાણ કરવી જોઈએ કે તમે ફરીથી કામે લાગ્યા છો, ભલે ને, તમે એમ માનતા હો કે તમારા બેનીફિટ પર એની કશી અસર નહિ પડે. તમે જાણ નહિ કરો તો શક્ય છે કે તમને વધારે રકમ ચૂકવાઈ જશે અથવા તો છેતરપીંડી માટે તપાસ પણ ચાલી શકે છે. તમે કામ શરૂ કરવા માગતા હો, તે પાકી તારીખ, કેટલા કલાક કામ કરશો અને તમારા વેતનનો દર શો હશે તે બધું જ તમારે જણાવી દેવું જોઈએ. તમે બેનીફિટ માટે પાત્ર નહિ રહ્યા હો તો તમને મળવાપાત્ર રકમ તમને મોકલી અપાશે અથવા તો કોઈ બેનીફિટ બંધ થાય તે પણ જણાવેલું હશે.

બેનીફિટ વ્યવસ્થા છોડવામાં અથવા તો વેલ્ફેર બેનીફિટ્સની બીજી કોઈ બાબત અંગે તમારે મદદ જોઈતી હોય તો નિષ્ણાતની સલાહ માટે અમારા વેલ્ફેર બેનીફિટ ઍડવાઈઝર સાથે ચર્ચા કરો એવી અમે ભલામણ કરીએ છીએ.
go to top of page
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers