CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

13 હાઉસિંગ બેનીફિટની બાબતમાં મને સમસ્યાઓ મૂંઝવે છે.

હાઉસિંગ બેનીફિટ નાણાકીય સાધનોના આધારે અપાય છે અને એનો વહીવટ તમારી સ્થાનિકની કાઉંસિલના હાથમાં છે. આ વ્યવસ્થાનું સંચાલન તમારી કાઉંસિલ કરતી હોવા છતાં એમણે સરકારે બનાવેલા નિયમો લાગુ કરવા પડે છે.

હાઉસિંગ બેનીફિટની બાબતમાં લોકો સામે ઘણી સમસ્યાઓ આવે છે. આમાંથી સૌથી વધારે દેખાતી સમસ્યાઓ આ પ્રમાણે છેઃ

  • દાવાઓના નિરાકરણમાં વિલંબ;
  • વધારે પડતી અથવા ઓછી ચૂકવણી;
  • દાવો પાછળની તારીખથી લાગુ કરવામાં મુશ્કેલી; અને

તમને એમ લાગે કે તમારો હાઉસિંગ બેનીફિટ યોગ્ય રીતે નક્કી નથી થયો, તો તમે એની સામે વાંધો લઈ શકો છો. દાખલા તરીકે તમને એમ લાગે કે તમને મળવું જોઈએ તેનાથી વંચિત રહ્યા છો અથવા તો તમને ખોટી રકમ ચૂકવવામાં આવી છે. કાઉંસિલને એના નિર્ણયની પુનર્વિચારણા કરવાનું કહેવાનો તમને કાનૂની અધિકાર છે અથવા તો તમે સ્વતંત્ર ટ્રાઈબ્યૂનલ સમક્ષ અપીલ પણ કરી શકો છો. તમારે એક મહિનાની અંદર કાર્યવાહી કરવી જોઈએ. રેન્ટ ઑફિસરનો નિર્ણય તમને યોગ્ય ન લાગે (દા.ત.તમારા હાઉસિંગમાં કેટલું ભાડું સમાઈ શકે તેની મર્યાદા બાંધી દીધી હોય) તો તમે આ નિર્ણયની ફેરવિચારણા કરવા લોકલ ઑથોરિટીને કહી શકો છો, પરંતુ અપીલ કરી શકતા નથી. તમારે છ અઠવાડિયાની અંદર કાર્યવાહી કરવી જોઈએ.

નિર્ણય પર ફેરવિચારણા થયા પછી પણ તમને સંતોષ ન હોય તો એની સામે અપીલ કરવાનો તમને કાનૂની અધિકાર છે કે નહિ તે પત્રમાં જણાવેલું હશે. તમારે એક મહિનાની અંદર અપીલ દાખલ કરવી જોઈએ. તમારી અપીલ દાખલ કરવા માટે કાઉંસિલ તમને એક ફૉર્મ આપશે, અથવા તો એમને જરૂરી હોય તેવી બધી માહિતીવાળો પત્ર પણ તેઓ સ્વીકારી શકે છે.

  • તમારા બેનીફિટમાં આખું ભાડું સમાઈ ન જતું હોય

તમને તમારા હક કરતાં વધારે હાઉસિંગ બેનીફિટ મળતો હશે તો સામાન્ય રીતે તમારે એ પાછો ચૂકવી દેવો પડશે. પરંતુ વધારે પડતી રકમ ઑફિસની ભૂલને કારણે ચૂકવાઈ હોય અને તમને વધારે રકમ મળી છે એવું તમે સમજ્યા હોવાની આશા ન રખાય એવા કેસમાં તમારે પરત ચૂકવણી કરવી પડતી નથી. તમને કહેવામાં આવે કે વધારાની રકમ કાઉંસિલ વસૂલ કરી શકે છે, પરંતુ તમે માનતા હો કે વધારાની રકમ તમને ઑફિસની ભૂલને કારણે મળી છે તો તમે એની સામે વાંધો લઈ શકો છો. તમે એની પુનર્વિચારણા કરાવી શકો છો અથવા એની સામે અપીલ કરી શકો છો. વધારે પડતી ચૂકવણી ઑફિસની ભૂલને કારણે ન પણ થઈ હોય તો પણ કાઉંસિલ હંમેશાં કઈં પૈસા પાછા નથી લેતી. તમે કાઉંસિલને વસૂલાત ન કરવાનું વિચારવા વિનંતી કરી શકો છો. દાખલા તરીકે, તમે કહી શકો કે વસૂલાતને કારણે તમારે ભારે હાડમારી ભોગવવી પડશે.

બેનીફિટની વધારે રકમ ચૂકવી દેવાઈ હોય તો કાઉંસિલ હાઉસિંગ બેનીફિટમાં છેતરપીંડીની તપાસ પણ હાથ ધરી શકે છે. આવું થાય તો તમારે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. બેનીફિટની છેતરપીંડી ફોજદારી ગુનો છે અને તમારી સામે કાનૂની કાર્યવાહી ચાલી શકે છે, અથવા તમને દંડ ભરવાનો આદેશ થાય કે તમારા હાઉસિંગ બેનીફિટમાં ભવિષ્યમાં કાપ પણ મૂકી દઈ શકાય છે.

તમારા હાઉસિંગ બેનીફિટ દ્વારા તમે ભાડું ચૂકવી શકતા ન હો તો તમને કાઉંસિલ તરફથી એની વિવેકાધીન સત્તાઓ હેઠળ હાઉસિંગની વધારાની રકમ પણ મળશે. આ હાઉસિંગ બેનીફિટની ચૂકવણી નથી, એ હાઉસિંગના ખર્ચમાં રાહત રહે તે માટે લોકોને અપાતી વધારાની રકમ છે.

કાઉંસિલની સેવાથી તમે સંતુષ્ટ ન હો, એટલે કે તમારા હાઉસિંગ બેનીફિટના દાવાના નિકાલમાં બહુ વિલંબ થતો હોય અથવા ઘણી ભૂલો જોવા મળે, તો તમે ફરિયાદ કરી શકો છો. ફરિયાદોની બાબતમાં કાઉંસિલની પોતાની કાર્યપદ્ધતિ હશે જ. ફરિયાદની આખી પ્રક્રિયા પછી પણ તમને સંતોષ ન થાય તો તમે લોકલ ગવર્નમેન્ટ ઓમ્બડ્ઝમૅન પાસે તમારી ફરિયાદ લઈને જઈ શકો છો. તમે હાઉસિંગ બેનીફિટના નિર્ણયને પડકારતા ન હો તો પણ ફરિયાદ કરી શકો છો.

હાઉસિંગ બેનીફિટ અથવા તો વેલ્ફેર બેનીફિટને લગતી બીજી કોઈ પણ બાબતમાં તમારે મદદ જોઈતી હોય તો નિષ્ણાતની સલાહ મેળવવા માટે અમારા વેલ્ફેર ઍડવાઈઝર સાથે ચર્ચા કરવાની અમે ભલામણ કરીએ છીએ.
go to top of page
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers