CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

14 શારીરિક ક્ષતિગ્રસ્ત લોકોને ક્યા બેનીફિટ મળે છે ?

શારીરિક ક્ષતિના કારણે અસમર્થ હોય તેવી 65 વર્ષથી નીચેની વયની વ્યક્તિઓ માટે મુખ્ય અસમર્થતા બેનીફિટ ડિસેબિલિટી લિવિંગ એલાઉન્સ (શારીરિક ક્ષતિઓ સાથેના જીવનનું ભથ્થું) અને 6 વર્ષથી વધારે વયની વ્યક્તિઓ માટે ઍટેન્ડન્સ એલાઉન્સ (કાળજી ભથ્થું) છે.

તમારી ઉંમર 65 વર્ષથી ઓછી હોય તોઃ

  • હરવાફરવાની અસમર્થતા માટેઃ તમને બહાર નીકળવામાં ગંભીર તકલીફ હોય તો; અને/અથવા
  • અંગત સંભાળ માટેઃ શારીરિક કાર્યો માટે બીજી વ્યક્તિની મદદની જરૂર પડતી હોય તો લિવિંગ ડિસેબિલિટી એલાઉન્સ માગી શકો છો.

શારીરિક કાર્યો એટલે નહાવું, ખાવું, રાંધવું અને પથારીમાંથી ઊઠવું. બજાર જવું અને ઘરનું કામ શારીરિક કાર્યોમાં ગણાતાં નથી.

65 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિઓ માટેનું ઍટેન્ડન્સ એલાઉન્સ પણ ડિસેબિલિટી લિવિંગ એલાઉન્સ જેવું જ છે, ફક્ત એમાં હરવાફરવાની કે રાંધવાની અસમર્થતા માટે મદદ માગી શકાતી નથી.

ડિસેબિલિટી લિવિંગ એલાઉન્સ અથવા ઍટેન્ડન્સ એલાઉન્સ માટે તમારો દાવો મંજૂર રહે તો તમે અત્યારે તમને મળતા બીજા બેનીફિટ વધારવાની માગણી પણ કરી શકો છો, અને નવા બેનીફિટ માટે પણ દાવો કરી શકો છો. ઈન્કમ સપોર્ટ, ટૅક્સ ક્રેડિટ, હાઉસિંગ બેનીફિટ અને કાઉંસિલ ટૅક્સ બેનીફિટ માટે તમારી પાત્રતા કેટલા પ્રમાણમાં છે તે નક્કી કરવા માટે માંદગી અને અસમર્થતા પણ ધ્યાનમાં લેવાય છે. તમે તમારા કામને કારણે અકસ્માત કે બીમારીનો ભોગ બન્યા હો તો ઈંડસ્ટ્રિયલ ઈંજરીઝ (ઔદ્યોગિક ઈજા) બેનીફિટ પણ માગી શકો છો. સશસ્ત્ર દળમાં નોકરી કરતાં બીમાર કે અપંગ બની ગયા હો તો તમને યુદ્ધ પેન્શન યોજનામાંથી અથવા સશસ્ત્ર દળોની વળતર યોજનામાંથી પણ મદદ મળી શકે છે.

તમે કોઈ નોકરી કરતા હો અથવા ન પણ કરતા હો, પરંતુ જરૂરી બધી શરતો પૂરી કરતા હો તો તમને ડિસેબિલિટી લિવિંગ એલાઉન્સ, ઍટેન્ડન્સ એલાઉન્સ, હાઉસિંગ બેનીફિટ, કાઉંસિલ ટૅક્સ બેનીફિટ, ચાઈલ્ડ બેનીફિટ, ચાઈલ્ડ ટૅક્સ ક્રેડિટ, ઈંડસ્ટ્રિયલ ઈંજરીઝ બેનીફિટ અને વૉર પેન્શન / આર્મ્ડ ફોર્સિસ કમ્પેન્સેશન મળી શકે છે.

તમે કામ ન કરી શકતા હો તો ઈન્કૅપેસિટી (અસમર્થતા) બેનીફિટ મેળવી શકો છો. સામાન્ય રીતે, એ મેળવવા માટે તમારે રાષ્ટ્રીય વીમામાં ફાળો આપવો પડે છે, પરંતુ નાની ઉંમરે જ તમે કામ માટે અસમર્થ રહ્યા હો તો એ જરૂરી નથી. તમને ઈન્કૅપેસિટી બેનીફિટ ન મળી શકે તો કામ માટે અસમર્થ વ્યક્તિ તરીકે, તમારી આવકના હિસાબો, આવકમાં ટેકો (ઈન્કમ સપોર્ટ) મેળવી શકો છો.

તમારી અસમર્થતાને કારણે મળતા બેનીફિટ અથવા વેલ્ફેર બેનીફિટની બીજી કોઈ બાબત અંગે તમારે મદદ જોઈતી હોય તે નિષ્ણાતની સલાહ મેળવવા માટે અમારા વેલ્ફેર બેનીફિટ એડવાઈઝર સાથે ચર્ચા કરવાની અમે ભલામણ કરીએ છીએ.








go to top of page
Last updated on 21 October 2019
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers