CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

15 મારા બાળકને સ્કૂલમાંથી બાકાત કરવામાં આવ્યું છે. અમારા અધિકારો શાં છે?

તમારા બાળકને અમુક નિશ્ચિત દિવસો માટે કે કાયમ માટે શાળામાંથી બરતરફ કરવામાં આવ્યું હોય તો.

શાળાએ તમારા બાળકને શા માટે કાઢી મૂકવામાં આવ્યું તેનાં કારણો લેખિતમાં આપવાં પડે છે. શાળાએ એમ ન કર્યું હોય તો તરત એને મળીને કારણો માગો. શાળા સાથે જે કઈં પત્રવ્યવહાર કરો તેની નકલ રાખવાનું બહુ અગત્યનું છે.

બાળકને શાળામાંથી બાકાત કરવાનાં કારણો સાથે તમે સંમત ન થતા હો તો તમને એની સામે અપીલ કરવાનો અધિકાર છે. આના માટે તમારે શાળાના ગવર્નરોને જેમ બને તેમ જલદી પત્ર લખીને જણાવવું જોઈએ તે તમે શા માટે તમારા બાળકને બાકાત કરવાના નિર્ણય સામે અપીલ કરવા માગો છો. ટૂંકા ગાળા માટે બાકાત કર્યું હોય તો એની વિરૂદ્ધ અપીલ કરવાનો તમને અધિકાર નહિ મળે.

નીચે જણાવેલાં કારણોસર તમે શાળાના નિર્ણય સામે અપીલ કરી શકો છોઃ

  • તમારા બાળક પર જે આક્ષેપ છે તેવું એણે કશું ન કર્યું હોય;
  • તમારા બાળકે અપરાધ કર્યો હોવાનો કોઈ વાસ્તવિક પુરાવો ન હોય;
  • તમારા બાળક પર જે અપરાધનો આક્ષેપ હોય એ એટલો ગંભીર ન હોય કે શાળામાંથી કાઢી મૂકવાની સજાને વાજબી માની શકાય;
  • તમારા બાળકને કોઈએ ઉશ્કેર્યું હોય; અથવા
  • એકલા તમારા જ બાળકને ગેરવાજબી સજા કરવામાં આવી હોય.

શક્ય છે કે, તમારા બાળકના કેસમાં આમાંથી એક કરતાં વધુ કારણ લાગુ પડતાં હોય.

શાળાના ગવર્નરોને કરેલી અપીલ માન્ય ન રહે તો તમને હજી પણ અપીલ કરવાનો અધિકાર છે.

બાળકને શાળામાંથી કાઢી મૂકવાની સમસ્યા અથવા શિક્ષણને લગતી કોઈ પણ સમસ્યામાં તમારે મદદ જોઈતી હોય તો તમે નિષ્ણાતની સલાહ માટે અમારા કોઈ એજ્યૂકેશન એડવાઈઝર સાથે ચર્ચા કરો એવી અમે ભલામણ કરીએ છીએ.








go to top of page
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers