CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

16 મારા બાળકને શીખવામાં તકલીફ પડે છે અને સ્કૂલમાં વધારે ટેકાની જરૂર છે. હું શી રીતે ટેકો માગી શકું?

તમારે સ્પેશ્યલ એજ્યૂકેશન નીડ્સ કો-ઑર્ડોનેટર (SENCO) સાથે વાતચીત ગોઠવી આપવા વિનંતી કરવી જોઈએ. આવી મદદની વ્યવસ્થા કરતા શિક્ષકને કહો. એને સમજાવો કે તમને શા માટે ચિંતા છે અને તમારા ખ્યાલ મુજબ તમારા બાળકને ઉપયોગી થાય તે માટે શું જરૂરી છે. શાળાઓએ શીખવામાં સમસ્યા અનુભવતાં બાળકોને એમની જરૂરિયાત મુજબ જે રીતે ઉપયોગી થઈ શકે તે રીતે મદદ આપવી જોઈએ. આમાં તમારા બાળકને શીખવવાની જુદી રીત અપનાવવી, શિક્ષણ સહાયકના ટેકાની ઑફર અથવા સલાહકારની મદદ આપવી અથવા તમારા બાળકને ખાસ ઉપકરણો આપવાનો સમાવેશ થાય છે.

યાદ રાખશો કે શીખવાની સમસ્યામાં ભાવનાત્મક અને વર્તણૂક સંબંધી સમસ્યાઓ તેમ જ સમજી શકવાની સમસ્યાઓનો પણ સમાવેશ થઈ જાય છે.

શાળા એને 'સ્કૂલ ઍક્શન' ના નામે ઓળખાતો ટેકો પણ આપી શકે છે. આ મદદ પૂરતી ન થાય તો તમારા બાળકની સમસ્યા વિશે શાળાએ સલાહ લેવી પડશે. આ સંયોગોમાં એ બહારથી નિષ્ણાતને બોલાવશે. આ ઉચ્ચ પ્રકારની શાળાકીય મદદને 'સ્કૂલ ઍક્શન પ્લસ' કહે છે. સામાન્ય રીતે તમારા બાળકની પ્રગતિમાં મદદ અને એનું લક્ષ્ય વ્યક્તિગત શૈક્ષણિક યોજનામાં લખી લેવાશે. એની સમીક્ષામાં તમને પણ સામેલ કરવા જોઈએ.

શાળાના ટેકાથી જ તમારા બાળકની જરૂરિયાત પૂરેપૂરી ન સંતોષાય તો તમને અથવા શાળાને લોકલ એજ્યૂકેશન ઑથોરિટી (સ્થાનિક શિક્ષણ તંત્ર)ને એવું લખવાનો કાનૂની અધિકાર છે કે એ કાનૂન પ્રમાણે જરૂરી મૂલ્યાંકન કરે. આ ઔપચારિક પ્રક્રિયા છે અને એમાં શાળા શિક્ષણના સત્તાવાળાઓ, એ વિષયના જાણકારો તેમ જ માતાપિતાની સલાહ લે છે. સત્તાવાળાઓ, એ કરવા સંમત થશે અને તે પછી નિવેદન તૈયાર કરશે. આ કાનૂની દસ્તાવેજ છે અને એમાં બાળકની જરૂરિયાતોની યાદી છે અને વધારાની મદદની સાથે દરેક જરૂરિયાતની એમાં તુલના કરેલી હોય છે. સ્થાનિક શિક્ષણતંત્રના મૂલ્યાંકનો અને નિવેદનો સાથે માતાપિતા સંમત ન થતાં હોય તો એમને સ્પેશ્યલ એજ્યૂકેશન નીડ્ઝ અને ડિસેબિલિટી ટ્રાઈબ્યૂનલ સમક્ષ અપીલ કરવાનો મહત્વનો અધિકાર છે.

આ બહુ જટિલ વાત છે. આ કાર્યવાહી સમજવા કે અપીલ કરવા માટે તમારે મદદ જોઈતી હોય તો નિષ્ણાતની સલાહ માટે અમારા એજ્યૂકેશન એડવાઈઝર સાથે ચર્ચા કરવાની અમે ભલામણ કરીએ છીએ.








go to top of page
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers