CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

17 મારૂં બાળક શારીરિક ક્ષતિગ્રસ્ત છે એટલે સ્કૂલમાં એની સાથે અન્યાય થાય છે. હું શું કરી શકું?

17 મારૂં બાળક શારીરિક ક્ષતિગ્રસ્ત છે એટલે સ્કૂલમાં એની સાથે અન્યાય થાય છે. હું શું કરી શકું?

બાળકની શારીરિક ખોડખાંપણને કારણે શાળામાં એની સાથે ભેદભાવ કરવાનો નથી, સિવાય કે ભેદભાવ ટાળી શકાય એવાં વાજબી પગલાં લઈ શકાય એમ ન હોવાનું શાળા સાબીત કરી આપે.

પહેલાં તો એ જૂઓ કે આ ગેરવાજબી વર્તણૂક અક્ષમતાને કારણે થતા ભેદભાવના કાયદાની વ્યાખ્યામાં આવી જાય તેમ છે કે નહિ. આ કાયદો શાળામાં પ્રવેશ, શાળામાંથી કાઢી મૂકવાના નિર્ણય અને શિક્ષણ તેમ જ એની સાથે સંકળાયેલી સેવાઓને લાગુ પડે છે - આમ, શીખવવું અને શીખવું, શાળાના પ્રવાસો, વિરામના સમય, બપોરના ભોજનનો સમય વગેરે શિક્ષણ સંબંધી પાસાંનો એમાં સમાવેશ થઈ જાય છે. એમાં મદદ અને સેવાઓનો સમાવેશ થતો નથી, પરંતુ સ્પેશ્યલ એજ્યૂકેશન (ખાસ શિક્ષણ) માટેના કાયદા અને નિયમોમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. નિશાળની બિલ્ડિંગોમાં ફેરફાર કરવાનો મુદ્દો સામાન્ય રીતે લાંબા ગાળાની આયોજન સંબંધી ફરજોમાં ગણાય છે, જેને સામાન્ય રીતે વ્યક્તિગત માતાપિતા પડકારી ન શકે.

તે પછી શાળાના વ્યવસ્થાપકોને મળવાની માગણી કરો. તમારે જેમ બને તેમ જલદી શાળાના વ્યવસ્થાપકો સાથે વાત કરવાની કોશિશ કરવી જોઈએ. એમને સમજાવો કે એમના વર્તનને તમે શા માટે ભેદભાવભર્યું માનો છો અને આ પ્રશ્નનું નિરાકરણ શી રીતે લાવવા ઈચ્છો છો.

બાળકની અક્ષમતા સાથે સંકળાયેલાં અમુક કારણોમાં શાળા જો એની સાથે પક્ષપાત જેવું વર્તન ન કરતી હોય તો કહી શકાય કે એ ભેદભાવ કરે છે. અથવા તો એની અક્ષમતાને કારણે ભારે ગેરલાભની સ્થિતિમાં મૂકે તો પણ ભેદભાવ ગણાય.

આ બાબતમાં અહીં જણાવ્યા પ્રમાણે વિચારવાનું ઉપયોગી થશે :

શાળા તમારા બાળક સાથે બીજા કરતાં જુદી રીતે વર્તે છે કે કેમ અને એની નુકસાનજનક અસર છે કે કેમ?

અથવા

શાળા તમારા બાળક સાથે બીજાં બાળકો જેવું જ વર્તન કરે છે (એની સાથે જુદા પ્રકારના વર્તનની જરૂર હોય તે સ્થિતિમાં) અને એની નુકસાનજનક અસર છે કે કેમ?

એ યાદ રાખવાનું બહુ જરૂરી છે કે, તમારા બાળક સાથે ભેદભાવ ટાળવાનાં પગલાં ન લેવા માટે શાળા પાસે બહુ સારૂં કારણ હોય તો શાળા ગેરકાયદે વર્તે છે એમ ન કહી શકાય. આવાં બહુ સારાં કારણોના ઉદાહરણ તરીકે લઈએ તો સમસ્યાનો ઉકેલ બહુ ખર્ચાળ અથવા વ્યવહારમાં બહુ અઘરો બની રહે તેમ હોય તો એ સારૂં કારણ ગણાય.

શાળામાં આ પ્રશ્નનું સમાધાન શોધી ન શકો અને તમે હજી પણ માનતા હો કે તમારા બાળક સાથે એની શારીરિક અક્ષમતાને કારણે ભેદભાવ થાય છે, તો તમે દાવો કરી શકો. તમે કોને અપીલ કરો છો તેના પ્રમાણે એની સમયમર્યાદા જુદી જુદી છે. પ્રવેશ આપવામાં કે કાયમ માટે કાઢી મૂકવામાં તમને ભેદભાવ જણાય તો તમે સ્વતંત્ર અપીલ પૅનલ સમક્ષ દાવો નોંધાવી શકો. તે સિવાયના બધા દાવા સ્પેશ્યલ એજ્યૂકેશન નીડ્ઝ અને ડિસેબિલિટી ટ્રાઈબ્યૂનલ સમક્ષ કરવાના હોય છે. એનો હેલ્પલાઈન નંબર છેઃ 0870 616 5750. ડિસેબિલિટી રાઈટ્સ કમિશન (વિકલાંગ અધિકાર પંચ) તમારી અપીલમાં મદદરૂપ બની શકે છે. એમની હેલ્પલાઈનનો નંબર છે: 08457 622 633 (વેબસાઈટ: [link]www.drc-gb.org[/link]). તમે નિષ્ણાતની સલાહ માટે અમારા એજ્યૂકેશન એડવાઈઝર સાથે પણ ચર્ચા કરી શકો છો.
go to top of page
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers