CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

18 મારા બાળકને હું જે સ્કૂલમાં મોકલવા માગું છું તેમાં એને એડમીશન નથી મળતું. હું શું કરી શકું?

18 મારા બાળકને હું જે સ્કૂલમાં મોકલવા માગું છું તેમાં એને એડમીશન નથી મળતું. હું શું કરી શકું?

તમારા વિસ્તારની કઈ શાળામાં તમારા બાળકને મોકલવા માગો છો એ નક્કી કરવાનો તમારો અધિકાર છે. એ શાળામાં જગ્યા ન હોય અથવા એમાં પ્રવેશ માટેની આવશ્યકતાઓ તમારૂં બાળક પૂરી કરતું ન હોય તો, શક્ય છે કે, પ્રવેશ ન આપે. તમારા બાળકને એની પહેલાંની શાળામાં બે કે વધુ વાર બાકાત કરવામાં આવ્યું હોય તો પણ તમારા માટે સમસ્યા ઊભી થઈ જાય.

તમારી પસંદગીની શાળામાં જેટલી જગ્યાઓ હોય તેના કરતાં વધારે બાળકોની અરજી આવે તો શાળા એમાંથી પસંદગી કરવા માટે, વધારે અરજીઓ આવી હોય તેવી સ્થિતિ માટે નક્કી કરાયેલા માપદંડોનું પાલન કરશે. આ માપદંડો તમને શાળાના પ્રોસ્પેક્ટસ (માહિતી પુસ્તિકા)માંથી મળી રહેશે. તમારા બાળકને પ્રવેશ ન મળે તો તમે સામાન્ય રીતે એક સ્વતંત્ર પૅનલ સમક્ષ અપીલ કરી શકો છો. અપીલ કેમ કરવી તેની માહિતી તમને શાળા અથવા લોકલ એજ્યૂકેશન ઑથોરિટી (સ્થાનિક શિક્ષણ તંત્ર -LEA)એ વિગતો મોકલવી જોઈએ. એમાં તમારા બાળકને તમારી પસંદગીની શાળામાં શા માટે પ્રવેશ ન મળ્યો તેનાં કારણો આપ્યાં હશે અને અપીલ કરવી કે નહિ તેનો નિર્ણય તમારે કેટલા સમયમાં લઈ લેવો તે જણાવ્યું હશે.

તમે અપીલ કરવાનું નક્કી કરો તો તમારે એ શાળાને બદલે બીજી શાળામાં પ્રવેશ લેવા સામે વાંધા લેવાને બદલે તમારી પસંદગીની શાળામાં જ બાળકને શાળા માટે પ્રવેશ મળવો જોઈએ એ વાત પર વધારે ભાર મૂકવો જોઈએ. સામાન્ય રીતે, વધારાની માહિતી તમે પછી પણ મોકલી શકો છો.

તમારી પસંદગીની શાળામાં તમારા બાળકને પ્રવેશ અપાવવામાં અથવા શિક્ષણને લગતી બીજી કોઈ બાબતમાં તમારે મદદ જોઈતી હોય તો નિષ્ણાતની સલાહ મેળવવા માટે અમારા એજ્યૂકેશન એડવાઇઝર સાથે ચર્ચા કરવાની અમે ભલામણ કરીએ છીએ.








go to top of page
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers