CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

20 મારા બાળકને બીજાં બાળકો દબડાવે છે અને એ રોકવા માટે સ્કૂલ પૂરતાં પગલાં લેતી નથી એમ મને લાગે છે. મારે શું કરવું?

20 મારા બાળકને બીજાં બાળકો દબડાવે છે અને એ રોકવા માટે સ્કૂલ પૂરતાં પગલાં લેતી નથી એમ મને લાગે છે. મારે શું કરવું?

તમારા બાળકને મોટાં બાળકો પજવતાં હોય અને તમે એના શિક્ષક કે મુખ્ય શિક્ષક સાથે એ બાબતમાં ચર્ચા કરી હોય તો પણ, રીતસરની ફરિયાદ કરતાં પહેલાં ફરી એકવાર વાત કરી લો તો સારૂં છે. દરેક જણ સાથે મળીને પજવણીની સમસ્યાના ઉકેલ માટે પ્રયાસ કરે ત્યારે, સામાન્ય રીતે, એનો વધુ સારી રીતે ઉકેલ આવતો હોય છે. પજવણી વિશે શાળાને લખો અને મુલાકાતનો સમય માગો, એ કદાચ મદદરૂપ નીવડે.

તમે બીજી એક મુલાકાત માગતા હો ત્યારે વર્તણૂક અને પજવણી બાબતમાં શાળાની નીતિની એક નકલ મેળવી લેવાનું ચૂકશો નહિ. તમારૂં બાળક, છોકરી કે છોકરો હોવાના કારણસર કે એની જાતિ કે શારીરિક અક્ષમતાને કારણે પજવણીનો ભોગ બનતું હોય તો શાળાની સમાન તકની નીતિ વિશે પૂછો. તમને બાળકના સ્કૂલ રેકૉર્ડની નકલ માગવાનો પણ અધિકાર છે, એમાં એની પજવણીની ઘટનાઓની વિગતો હોવી જોઈએ. શાળા ફોટોકૉપી કરાવી આપવાનો વાજબી ખર્ચ તમારી પાસેથી લઈ શકે છે.

શાળાના વ્યવસ્થાપકો સાથે વાત કરતાં પહેલાં તમારા બાળક સાથે વાત કરો. જે બનાવ બન્યો હોય તેની શક્ય તેટલી તમામ વિગતો બરાબર સમજવાની કાળજી લેશો. પજવણીના દરેક બનાવની અને તમારા બાળક પર એના પ્રભાવની નોંધ લેશો.

મુલાકાતથી પહેલાં શાળાની નીતિઓને લગતા ઉપયોગી મુદ્દાઓ નોંધી લો. કોઈ પણ પ્રશ્ન હોય તો તે લખી રાખો. તમારે જે કઈં ચર્ચવું હોય તેની યાદી બનાવો. ચર્ચા દરમિયાન જે મુદ્દો આવી જાય તેના પર નિશાન કરો અને જે જવાબ મળ્યા હોય તે નોંધી લો. મીટિંગના અંતે બધા પૉઈંટ ફરીથી વાંચી લો જેથી બધા જ એકસરખી સમજણ સાથે છૂટા પડે. શાળાની કાર્યવાહીની અસર શી થઈ તેની સમીક્ષા માટે નવી તારીખ નક્કી કરો.

શાળાના વ્યવસ્થાપકો સાથેની મીટિંગ પછી પણ જો પજવણી બંધ ન થઈ હોય તો તમારા માટે વિધિસર ફરિયાદ કરવાનું જરૂરી બની જશે. તમારે શાળામાં ફરિયાદની કાર્યપદ્ધતિની નકલ માગવી જોઈએ. સામાન્ય રીતે આ કાર્યપદ્ધતિમાં, શાળાના સીનિયર કર્મચારીઓ પજવણીની સમસ્યાનો ઉકેલ ન લાવી શક્યા હોય તો ગવર્નિંગ બોડી (વ્યવસ્થાપક મંડળ) સમક્ષ ફરિયાદ કરવાની હોય છે. તમારા પત્રમાં તમે વ્યવસ્થાપકોને તમારા બાળકની સંભાળ લેવાની એમની કાનૂની ફરજો યાદ આપી શકો અને એનો ઉપાય દર્શાવવા માટે કહી શકો કે આ સમસ્યાને તમે કેટલી બધી ગંભીર ગણો છો. તમે સ્થાનિક ઑથોરિટીના શિક્ષણ નિયામક અથવા તમારા સંસદસભ્ય સમક્ષ પણ ફરિયાદ કરી શકો છો.

પજવણીના કિસ્સાઓમાં શાળા સામે કરાયેલી કાનૂની કાર્યવાહી ભાગ્યે જ સફળ રહે છે, જો કે કેટલાક કેસોની કોર્ટની બહાર પતાવટ થઈ જતી હોય છે. તમને લાગતું હોય કે તમારા બાળકની શાળા બેદરકાર છે અને તમારે કોર્ટે ચડવું પડશે, તો તમારે સોલીસિટરની સલાહ લેવી પડશે. આવા કેસોમાં સામાન્ય રીતે કાનૂની સહાય નથી મળતી. તમે નિષ્ણાતની સલાહ માટે અમારા એજ્યૂકેશન એડવાઈઝર સાથે ચર્ચા કરશો, પરંતુ અમે કઈં ખાસ સીધી મદદ કરી શકીએ એવું નથી.
go to top of page
Last updated on 21 October 2019
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers