CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

22 મારો એમ્પ્લોયર મારા વેતનમાંથી પૈસા કાપે છે. મારા અધિકાર શાં છે?

22 મારો એમ્પ્લોયર મારા વેતનમાંથી પૈસા કાપે છે. મારા અધિકાર શાં છે?

તમે લેખિતમાં સંમતિ આપી હોય તો જ તમારો એમ્પલોયર તમારા વેતનમાંથી પૈસા કાપી શકે છે, અથવા તો, કાયદા દ્વારા કે તમારી નોકરીના કરાર હેઠળ એને, દાખલા તરીકે, બાળકના નિભાવ માટે, લોનની ચૂકવણી માટે કે કાઉંસિલ ટૅક્સ જેવા સરકારી દેવા માટે પૈસા કાપવાનો અખત્યાર મળ્યો હોય તો જ એને પૈસા કાપવાની છૂટ છે. તમારો એમ્પ્લોયર બીજા કોઈ કારણસર તમારા વેતનમાંથી પૈસા કાપતો હોય તો એ ગેરકાનૂની રીતે વર્તે છે.

તમને એવું જણાય કે તમારો એમ્પ્લોયર તમારા વેતનમાંથી ગેરકાયદેસર પૈસા કાપે છે, તો તમે એનો ખુલાસો માગી શકો છો. એના જવાબથી તમને સંતોષ ન થાય તો તમારે એમ્પ્લોયરને લેખિતમાં જણાવવું જોઈએ કે તમારી કાપેલી રકમ એ સાત દિવસની અંદર ચૂકવી આપે. તમારે પત્રમાં એને કહી દેવું જોઈએ કે તમને પૈસા નહિ મળે તો તમે એમ્પ્લોયમેન્ટ ટ્રાઈબ્યૂનલ સમક્ષ ફરિયાદ કરશો.

આના પછી પણ એમ્પ્લોયર કાપેલા પૈસા ચૂકવી આપવા તૈયાર ન થાય તો તમારે એમ્પ્લોયમેન્ટ ટ્રાઈબ્યૂનલ સમક્ષ અપીલ કરવી જોઈએ. આના માટે તમારે નજીકની એમ્પ્લોયમેન્ટ ટ્રાઈબ્યૂનલનો સંપર્ક કરવો પડશે. એ લોકો તમને ક્લેમ ફૉર્મ મોકલાવશે. એમ્પ્લોયમેન્ટ ટ્રાઈબ્યૂનલની ઈંક્વાયરી લાઈન 0845 795 9 775 પર ફોન કરીને તમારી નજીકની ઑફિસ વિશે જાણી શકો છો. તમારે જે વેતનમાંથી પૈસા કપાયા હોય તેની ચૂકવણીની તારીખથી 3 મહિનાની અંદર ક્લેમ નોંધાવી જ દેવો જોઈએ.

તમારા વેતનમાંથી પૈસા કાપવાના મુદ્દા અથવા રોજગાર સંબંધી બીજી કોઈ બાબતમાં તમારે મદદ જોઈતી હોય તો નિષ્ણાતની સલાહ માટે અમારા એમ્પ્લોયમેન્ટ એડવાઈઝર સાથે ચર્ચા કરવાની અમે ભલામણ કરીએ છીએ.








go to top of page
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers