CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

24 મારી ફાજલ કર્મચારી તરીકે છટણી કરવામાં આવે છે અને મને લાગે છે કે તે યોગ્ય નથી. હું શું કરી શકું?

24 મારી ફાજલ કર્મચારી તરીકે છટણી કરવામાં આવે છે અને મને લાગે છે કે તે યોગ્ય નથી. હું શું કરી શકું?

તમારો એમ્પ્લોયર પોતાનો કામધંધો બંધ કરતો હોય, બીજા સ્થળે લઈ જતો હોય કે બદલાવતો હોય તો તમને ફાજલ ગણવાનો એને અધિકાર છે. તમને નોકરીમાં બે વર્ષ કરતાં વધારે સમય થયો હોય તો તમને ફાજલ પાડ્યા બદલ પૈસા મળવાની શક્યતા છે. 'છટણીના વળતર તરીકે મને શું મળવું જોઈએ' એ સંદેશમાં આના વિશે વધારે માહિતી આપેલી છે.

તમે ઓછામાં ઓછું એક વર્ષ નોકરી કરી હોય અને તે પછી તમને ફાજલ પાડવામાં આવતા હોય તો તમારો એમ્પ્લોયર નીચે મુજબની કાર્યવાહી કરે તેનું ખાસ ધ્યાન રાખશો :

  • તમારા એમ્પ્લોયરે એ સ્પષ્ટ દેખાડવું જોઈએ કે તમને ફાજલ ગણીને છૂટા કર્યા પછી તમારી જગ્યા જ રહેશે નહિ;
  • તમારા એમ્પ્લોયરે છટણી પહેલાં, એના વિકલ્પો વિશે તમારી સાથે વાત કરી હોવી જોઈએ;
  • તમારા એમ્પ્લોયરે એ પણ સાબીત કરવું જોઈએ કે છટણી માટે તમને પસંદ કરવાનાં કારણો વાજબી અને વાસ્તવદર્શી છે ;
  • તમને બીજું કામ મળી જાય તે માટે તમારા એમ્પ્લોયરે પ્રયાસ કરવા જોઈએ. આ કામ તમે પહેલાં કરતા હતા તેવું જ અથવા એ જ સ્થળે હોવાનું જરૂરી નથી, પરંતુ તમે કરી શકો એવું હોવું જોઈએ.

રોજગારની પાત્રતા જેટલા સમય માટે તમે કામ કર્યું હોય અને તમારા એમ્પ્લોયરે ઉપરોક્ત બાબતોમાંથી કશું નથી કર્યું એમ તમને લાગતું હોય તો તમે એમ્પ્લોયમેન્ટ ટ્રાઈબ્યૂનલમાં 'અનફેર રિડન્ડન્સી' (ગેરવાજબી રીતે ફાજલ પાડ્યા હોય)નો દાવો કરી શકો છો. તમે એ સાબીત કરી શકો તો સામાન્ય રીતે મળે તેના કરતાં વધારે મોટી રકમ મળશે.

આના માટે તમારી નજીકની એમ્પ્લોયમેન્ટ ટ્રાઈબ્યૂનલ ઑફિસનો સંપર્ક કરો. એ તમને ક્લેમ ફૉર્મ મોકલશે. તમને ફાજલ પાડ્યા હોય તે તારીખથી ત્રણ મહિનાની અંદર તમારે દાવો દાખલ કરી જ દેવો જોઈએ.

ગેરવાજબી છટણી અથવા તો રોજગારને લગતી બીજી કોઈ સમસ્યામાં તમારે મદદ જોઈતી હોય તો નિષ્ણાતની સલાહ મેળવવા માટે અમારા એમ્પ્લોયમેન્ટ એડવાઈઝર સાથે ચર્ચા કરવાની અમે ભલામણ કરીએ છીએ.








go to top of page
Last updated on 21 October 2019
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers