CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

25 છટણીના વળતર તરીકે મને કેટલી રકમ મળવી જોઈએ?

25 છટણીના વળતર તરીકે મને કેટલી રકમ મળવી જોઈએ?

તમને મળવાપાત્ર રિડન્ડન્સી પેમેન્ટ (છટણીનું વળતર) નક્કી કરવા માટે તમારી નોકરીનો કૉન્ટ્રેક્ટ વાંચશો.

તમારા કૉન્ટ્રેક્ટમાં કશું લખ્યું ન હોય અથવા કૉન્ટ્રેક્ટ જ ન હોય તો એવું માનીને તમને છટણીનું વળતર અપાશે કે તમે 18 વર્ષની ઉંમર થઈ ગયા પછી તમારા એમ્પ્લોયર પાસે બે વર્ષ કામ કર્યું.

છટણીના વળતરની રકમ, તમે કેટલા વર્ષ નોકરી કરી, તમારી ઉંમર અને તમારો કર પહેલાંનો અઠવાડિક પગાર ધ્યાનમાં લઈને નક્કી થાય છે.

  • 18 અને 21 વર્ષની ઉંમર વચ્ચે સતત નોકરીમાં રહ્યા હો એવા દરેક વર્ષ માટે તમને અડધા અઠવાડિયાનો પગાર મળશે;
  • 22 થી 40 વર્ષની ઉંમર વચ્ચે સતત નોકરીના દરેક આખા વર્ષ માટે એક અઠવાડિયાનો પગાર; અને
  • 41 થી 65 વર્ષ સુધીની ઉંમર વચ્ચેના સતત નોકરીના દરેક આખા વર્ષ માટે દોઢ અઠવાડિયાનો પગાર મળશે.

જો કે, તમને અઠવાડિક વેતન કેટલું મળી શકે તેના પર ટોચ મર્યાદા છે. વળી 20 વર્ષ કરતાં વધારે લાંબો સમય સતત નોકરી કરી હોય તે ગણાશે નહિ અને 64 વર્ષથી ઉપરની વય પછીની નોકરી માટે દર મહિને તમને મળવાપાત્ર રકમ 1/12 જેટલી કપાઈ જશે.

તમારો એમ્પ્લોયર તમને આ રકમ આપવાની ઑફર ન કરે અથવા તમે એ રકમ મંજૂર ન કરતા હો તો નિષ્ણાતની સલાહ માટે અમારા એમ્પ્લોયમેન્ટ એડવાઈઝર સાથે ચર્ચા કરવાની અમે ભલામણ કરીએ છીએ.








go to top of page
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers