CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

27 ડિસૅબિલિટી ડિસ્ક્રિમિનેશન ઍક્ટ હેઠળ લોકોને શાં અધિકાર મળે છે?

તમે અક્ષમ અને નવું કામ શરૂ કરતા હો અથવા તો, તમારા અત્યારના એમ્પ્લોયરે કરેલી વ્યવસ્થાથી તમને સંતોષ ન હોય તો તમારા એમ્પ્લોયરને પત્ર લખીને તમારી અક્ષમતાનું વિવરણ આપો અને શા પ્રકારનાં એડજસ્ટમેન્ટ કરવાનું તમને જરૂરી લાગે છે તે જણાવો. કદાચ વિવાદ ખડો થાય તે ધ્યાનમાં રાખીને પત્રની નકલ પણ રાખવી જોઈએ. તમારો એમ્પ્લોયર તમને અસમર્થ ગણવા તૈયાર ન થાય તો તમારે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરીને દેખાડવું પડશે કે DDAમાં અક્ષમ વ્યક્તિની જે વ્યાખ્યા છે તે તમને પણ લાગુ પડે છે. તમને એમ લાગતું હોય કે તમારી સાથે ભેદભાવ થાય છે, તો DDA હેઠળ તમને એમ્પ્લોયર વિરૂદ્ધ એમ્પ્લોયમેન્ટ ટ્રાઈબ્યૂનલ સમક્ષ ફરિયાદ કરવાનો અધિકાર છે. એમ્પ્લોયરે ભેદભાવભર્યું વર્તન કર્યું હોય તે દિવસ પછી, ત્રણ મહિનામાંથી એક દિવસ બાદ કરવા તે જેટલી સમય મર્યાદામાં તમારે એમ્પ્લોયમેન્ટ ટ્રાઈબ્યૂનલ સમક્ષ ફરિયાદ કરી જ દેવી જોઈએ.

રોજગારમાં ભેદભાવ અથવા બીજી કોઈ સમસ્યા માટે તમારે મદદ જોઈતી હોય તો નિષ્ણાતની સલાહ માટે અમારા કોઈ એમ્પ્લોયમેન્ટ એડવાઈઝર સાથે ચર્ચા કરવાની અમે ભલામણ કરીએ છીએ.

તમે વિકલાંગ હો તો ડિસેબિલિટી ડિસ્ક્રિમિનેશન ઍક્ટ (અથવા ડીડીએ) રોજગારનાં બધાં ક્ષેત્રોમાં વિરૂદ્ધ થતો ભેદભાવ અટકાવે છે. નોકરીમાં ભરતી અને પસંદગીમાં, નોકરી ચાલુ હોય તે દરમિયાન, અને ક્યારેક નોકરી પૂરી થઈ ગઈ હોય તે પછી પણ, કોઈ વિકલાંગ વ્યક્તિ સાથે એ માત્ર વિકલાંગ હોવાના કારણસર એમ્પ્લોયર ભેદભાવ કરે તે ગેરકાયદેસર છે. વળી, કામના સ્થળે વિકલાંગ વ્યક્તિ સાથે એની શારીરિક ખોડખાંપણ સાથે સંબંધિત કારણસર એમ્પ્લોયર, યોગ્ય ખુલાસા વિના વિકલાંગ વ્યક્તિની તરફદારી ગણાય એવું વર્તન ન કરતો હોય અથવા વિકલાંગ વ્યક્તિ કામ કરી શકે તે માટે કામના સંયોગોમાં 'વાજબી સુધારાવધારા' ન કરતો હોય તે પણ ગેરકાયદેસર ગણાય છે.








go to top of page
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers