CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

29 મારૂં ભાડું ચડી ગયું છે. મારા અધિકારો શાં છે?

તમારા ઉપર ભાડું બહુ ચડી ગયું હોય તો પહેલાં તો તમારે તમારા મકાનમાલિક સાથે એ બાબતમાં વાત કરવી જોઈએ અને ચડત ભાડું ચૂકવવા માટે કઈંક સમજૂતી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

આ સ્થિતિ તમારો હાઉસિંગ બેનીફિટ મળવામાં વિલંબ થવાને કારણે ઊભી થઈ હોય તો તમારી સ્થાનિકની હાઉસિંગ બેનીફિટ ઑફિસને લખો અને 14 દિવસમાં રકમ ચૂકવી આપવાની વિનંતી કરો. હાઉસિંગ બેનીફિટ ઑફિસ તમારા દાવાને લગતી કાર્યવાહી જલદી પૂરી ન કરી શકે તો વચગાળામાં અમુક રકમ ચૂકવવાની વિનંતી કરો. બેનીફિટ ઑફિસ તમારા પાસેથી જે કઈં માહિતી માગે તે આપવાનો તમારે પ્રયાસ કરવો જોઈએ.

તમને જેટલો હાઉસિંગ બેનીફિટ મળતો હોય તેના કરતાં ઘરભાડું વધારે ચૂકવવું પડતું હોય અને આ તફાવતને કારણે ભાડું ચડી ગયું હોય તો તમારે હાઉસિંગ બેનીફિટ ઑફિસરને તમારી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને વધારે પૈસા આપવાની એમની વિવેકાધીન સત્તા (ડિસ્ક્રીશનરી હાર્ડશિપ પેમેન્ટ) વાપરવા માટે વિનંતી કરવી જોઈએ. તમારી કાઉંસિલ તમારો દાવો નકારી કાઢે અથવા રકમ બાબતમાં તમે સંમત ન થતા હો તો તમને એના નિર્ણયનો પત્ર મળે તેના એક મહિનાની અંદર હાઉસિંગ બેનીફિટ ઑફિસને જણાવવું જોઈએ. એમ કરશો તો તમારા દાવાની ફરી ચકાસણી થશે.

સામાન્ય રીતે મકાન માલિક ખાતરીબંધ ભાડા કરાર (એશ્યોર્ડ ટેનન્સી)નો 'સેક્શન-8 નોટિસ' તરીકે ઓળખાતો દસ્તાવેજ તમને મોકલીને અંત આણી શકે છે.

પરંતુ તમારા પર ભાડું ચડેલું હોય અનેઃ

  • તમે એશ્યોર્ડ ટેનન્સી હેઠળ રહેતા હો;
  • તમારો ભાડે રહેવાનો હક હજી નિશ્ચિત મુદત માટે હોય; અને
  • તમારી ભાડાચિઠ્ઠીમાં વિરૂદ્ધ જાય એવું કશું ન લખ્યું હોય તો

તમારો મકાનમાલિક સેક્શન- 8 નોટિસ મોકલ્યા પછી પણ તમને ખાલી કરવાની ફરજ ન પાડી શકે.

તમારા પર ભાડું ચડી ગયું હોય અને તમે સુનિશ્ચિત ભાડાચિઠ્ઠી (સિક્યોર ટેનન્સી) હેઠળ રહેતા હો તો તમારા મકાનમાલિકે સેક્શન -83ની નોટિસ મોકલીને તમારા ભાડે રહેવાના હકનો અંત આણવાની જાણ કરવી પડે છે.

તમારા ચડત ભાડાની સમસ્યા અથવા હાઉસિંગને લગતી બીજી કોઈ સમસ્યામાં મદદ જોઈતી હોય તો નિષ્ણાતની સલાહ માટે અમારા કોઈ હાઉસિંગ એડવાઈઝર સાથે ચર્ચા કરવાની અમે ભલામણ કરીએ છીએ.


 








go to top of page
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers