CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

30 ભાડું ચડી જવાથી મને મકાન ખાલી કરાવે છે. હું શું કરી શકું?

 તમારૂં ભાડું ચૂકવવામાં તમે પહોંચી ન વળતા હો તો તમને મકાન ખાલી કરવું પડે એવું જોખમ છે, જે ટાળવા માટે તમારે તરત કશુંક કરવું જોઈએ.

પરંતુ, ત્યાં સુધી મકાન માલિક મકાન ખાલી ન કરાવી શકે, જ્યાં સુધી

  • પહેલાં તો, મકાન માલિકે ઘર ઉપર ફરી કબજો મેળવવા કોર્ટનો હુક્મ ન લીધો હોય; અને
  • બીજું, કોર્ટે મકાન ખાલી કરાવવા માટે કોર્ટ બેલીફ ન નીમ્યો હોય.

સૌ પહેલાં તો તમારી રેન્ટ બુક, ચૂકવણીનું સ્ટેટમેન્ટ અને રસીદો તપાસીને ખાતરી કરી લો કે મકાન માલિકે જણાવેલી ચડત રકમ બરાબર છે કે નહિ.

તે પછી તમારે તમારા મકાન માલિક સાથે ભાડાની ચડત રકમ વિશે ચર્ચા કરીને, એ શી રીતે ચૂકવવી તે વિશે કઈંક વચલો માર્ગ શોધવા પ્રયત્ન કરવો જોઈએ. તમે આખી રકમ એક સાથે ચૂકવી શકો તેમ ન હોય તો અમુક રકમ નિયમિત રીતે ચૂકવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

તમને હાઉસિંગ બેનીફિટ મળતો હોય પરંતુ તમને એની રકમ મળવામાં વિલંબ થવાને કારણે ભાડું ચડી ગયું હોય તો તમારે સ્થાનિકની કાઉંસિલનો બધો પત્રવ્યવહાર કાળજીપૂર્વક ફરી જોઈ લેવો જોઈએ અને હાઉસિંગ બેનીફિટ માટે તમારો હક કેટલો છે તે તપાસવા બેનીફિટ્સ ડિપાર્ટમેન્ટ સાથે વાત કરવી જોઈએ.

આટલું કર્યા પછી પણ તમે ચડત ભાડું ચૂકવી ન શકતા હો અને ઘર ખાલી કરવું પડશે, એવું લાગતું હોય તો, તમે ઘરબાર વિનાના છો એવી અરજી સ્થાનિક કાઉંસિલને આપવાનો તમને અધિકાર છે.

ભાડાની ચડત રકમ અથવા હાઉસિંગને લગતી બીજી કોઈ સમસ્યા વિશે તમારે મદદ જોઈતી હોય તો નિષ્ણાતની સલાહ માટે અમારા કોઈ હાઉસિંગ એડવાઈઝર સાથે ચર્ચા કરવાની અમે ભલામણ કરીએ છીએ.


 








go to top of page
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers