CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

32 મારી પાસે ઘરબાર નથી. હું શું કરી શકું?

તમારી પાસે રહેવાનું કોઈ ઠેકાણું ન હોય તો તમે ઘરબાર વિનાના (હોમલેસ) છો અને તમને સ્થાનિક કાઉંસિલની મદદ લેવાનો કાનૂની અધિકાર છે. તમે હોમલેસનેસ માટે દાવો કરો તો એના પર વિચાર કરવાની અને તમે પાત્ર જણાઓ તો તમને મદદ કરવાની એમની ફરજ છે.

તમે ઘરબાર વિનાના થઈ જશો એવું લાગે કે તરત જ તમારે તમારી સ્થાનિક કાઉંસિલનો સંપર્ક કરવો જોઈએ. હોમલેસનેસ માટેની અરજીનું ફૉર્મ તમારે ભરવું પડશે. કાઉંસિલની ઑફિસમાં તમારો ઈંટરવ્યૂ પણ લેવાય. તમારી અરજીમાં સાચેસાચી હકીકતથી કાઉંસિલને વાકેફ કરો તે બહુ અગત્યનું છે, કારણ કે એમ ન કરવું એ ફોજદારી ગુનો છે. આ તબક્કે કાઉંસિલની હાઉસિંગ વ્યવસ્થાની પ્રતીક્ષા યાદીમાં જોડાઈ જવા માટે પણ તમારે અરજી આપી દેવી જોઈએ.

તમે ઘર વિનાના હો અને 'પ્રાયોરિટી નીડ' (અગ્રતાપાત્ર જરૂરિયાત)માં હો તો કાઉંસિલે તમારી હોમલેસની અરજીનો અંતિમ નિર્ણય થાય ત્યાં સુધી તમારા માટે કઈંક તાકીદની વ્યવસ્થા કરી આપવાનો પ્રયાસ કરવો જોઈએ. નિમ્નલિખિત સ્થિતિ 'પ્રાયોરિટી નીડ' ગણાય છેઃ

  • તમે સગર્ભા હો;
  • તમને બાળકો હોય;
  • તમે વયોવૃદ્ધ હો; અથવા
  • તમે બીજી રીતે નબળા સંજોગોમાં હો.

તમે શા માટે ઘરબાર વિનાના થઈ ગયા તેનાં કારણોની કાઉંસિલે તપાસ કરવી જોઈએ. એ કામ તરત જ સીધેસીધું થઈ શકે છે અથવા તમને કોઈ નવી તારીખે આવવાનું કહેવામાં આવશે. સામાન્ય રીતે આ નિર્ણય લેતાં 33 કામના દિવસો લાગે છે.

કાઉંસિલે એના નિર્ણયની જાણ લેખિતમાં જ કરવાની હોય છે. તમને લાગે કે








go to top of page
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers